JETPURRAJKOT

ઝોન કક્ષા યોગ સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કાર વિતરણ કરતા મેયરશ્રી પ્રદીપ ડવ

તા.૨૩ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજકોટ જિલ્લા સ્પોર્ટ સંકુલ ખાતે મેયરશ્રી પ્રદીપ ડવના અધ્યક્ષસ્થાને અને સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયાની ઉપસ્થિતિમાં ‘‘આઝાદીકા અમૃત મહોત્સવ’’ અંતર્ગત ઝોન કક્ષાની યોગ સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કાર વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

આ સ્પર્ધામાં કચ્છ, મોરબી અને રાજકોટ જિલ્લાના સ્પર્ધકો વચ્ચે યોગ સ્પર્ધા યોજાઈ હતી, જેમાંથી ત્રણ પુરુષ વિજેતાઓ અને ત્રણ મહિલા વિજેતાઓને પુરસ્કાર, મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.

આ તકે મેયરશ્રી પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, યોગ એ ભારતીય જીવનશૈલીનુ અભિન્ન અંગ છે, વૈશ્વિક સ્તરે યોગનો પ્રચાર પ્રસાર થાય તે માટે ‘‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’’ની ઉજવણી થકી વિશ્વ આ પ્રણાલીને અપનાવી રહ્યું છે ત્યારે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રમતગમત મંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા યોગ પ્રવૃત્તિના વ્યાપ સાથે ટ્રેનિંગ આપનાર યોગ ટ્રેનરો પણ આત્મનિર્ભર થાય તે માટે સ્પર્ધાનું આયોજન કરી ટ્રેનરોને પુરતું વળતર અને સ્પર્ધકોને પુરસ્કાર રાશિ એનાયત કરવામાં આવે છે. મેયરશ્રીએ ભાગ લેનાર તમામ સ્પર્ધકો અને વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા.

ઝોન કક્ષા સ્પર્ધામાં પુરુષ ઉમેદવારોમાં કચ્છના ચોટારા અક્ષય પ્રથમ ક્રમે, દ્વિતીય ક્રમે મોરબીના માધવ વિઠ્ઠલપરા અને કચ્છના મહેશ સોલંકી તૃતીય ક્રમે વિજેતા થયા હતા તો મહિલા ઉમેદવારોમાં પ્રથમ ક્રમે રાજકોટના કોમલ મકવાણા, દ્વિતીય ક્રમે રાજકોટની દંગી યશ્વી તેમજ તૃતીય ક્રમે મોરબીની મારવાણીયા દેવાંશી વિજેતા થયા હતા. વિજેતાઓને મહાનુભાવોના હસ્તે ક્રમશઃ ૨૧,૦૦૦, ૧૫,૦૦૦ અને ૧૧,૦૦૦ રૂ.ના ચેક, ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

સ્પર્ધામાં યોગ બોર્ડ ગાંધીનગરના વહીવટી અધિકારી શ્રી બલવંતસિંહ ચૌહાણ, હિસાબી અધિકારીશ્રી ઠુંમર, સૌરાષ્ટ્ર કચ્છ ચીફ કો-ઓર્ડીનેટર અનિલ ત્રિવેદી, જિલ્લા રમત ગમત અધિકારીશ્રી વી.પી.જાડેજા, યુવા વિકાસ અધિકારીશ્રી હિતેશ દિહોરા, યોગ બોર્ડના જિલ્લા કોર્ડિનેટરશ્રી વંદના રામાણી તેમજ એક્સપર્ટ જજ તરીકે રાજપીપળા સ્પોર્ટ્સ કોલેજના નિવૃત્ત પ્રિન્સિપાલશ્રી સી.બી.કગથરા, દર્શન યુનિવર્સિટીના યોગ ફેકલ્ટી ડીન ડો. ગૌરાંગ વ્યાસ તેમજ સ્પર્ધકો, આયોજકો ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!