BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

નબીપુર પ્રાથમિક કુમારશાળા ખાતે ધરતી આબા જનજાતિય ગ્રામ ઉટકર્ષ અભિયાન યોજાયો, નાયબ મામલતદારની હાજરીમાં કાર્યક્રમ ખુલ્લો મૂકાયો, ગામના સરપંચ, ડે.સરપંચ અને શાળાના આચાર્ય સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.

સમીર પટેલ, ભરૂચ
આજરોજ તારીખ ૧૮/૦૭/૨૦૨૫ ને શુક્રવારે નબીપુર ગ્રામ પંચાયત દ્વારા આયોજિત ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન નબીપુરની પ્રાથમિક કુમારશાળા ના પ્રતાનગણ મા આયોજિત કરાયો હતો. જેમાં ભરૂચ તાલુકાના નાયબ મામલતદાર શ્રીમતી હેમાક્ષીબેન ની ઉપસ્થિતિમાં પ્રોગ્રામ ખુલ્લો મૂકાયો હતો. જે પ્રસંગે ગામના સરપંચ, ડે. સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, ગ્રામ પંચાયતના ટલાતીઓ, શાળાના શિક્ષકો અને ગામના મહાનુભાવો હાજર રહયા હતા. આ કાર્યક્રમની શરૂઆત નબીપુર કુમારશાળાના શિક્ષિકા દ્વારા મહેમાનો અને ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત પુષ્પગુચ્છ દ્વારા કરાયું હતું. તેમને આજના દિવસના આ અભિયાનમાં કઇ કઇ સુવિધાઓ નો લાભ મળશે તેની વિસ્તૃત જાણકારી અપાઈ હતી. આજના આ અભિયાનમાં આદિજાતિ માટે જાતિનો દાખલો, આધારકાર્ડ સુધારણા, રેશનકાર્ડ સુધારણા, આયુસમાન કાર્ડ, આરોગ્ય તપાસ જેવી વિવિધ યોજનાઓ અંગે મૂકાયેલા કાઉન્ટરો ની જાણકારી આપી હતી. આ અભિયાનમાં લુવારા, વગુશના ઝંગાર, કરગત, હલદર, ઉમરા તથા અસુરીયા ના લાભાર્થીઓ પણ ઉપસ્થિત રહયા હતા. આરોગ્ય વિભાગ તરફથી કૃણાલભાઈ અને તેમની ટીમ હાજર રહી હતી. આરોગ્ય વિભાગની ટીમના મહિલા સભ્યએ સમજ આપી કતી કે તેઓ સુગર, મિક્ષ સેલ તથા બ્લડપ્રેશર જેવી બીમારીઓનું નિદાન કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે. આ કાર્યક્રમ મા નબીપુર પોલીસ સ્ટેશન તરફથી બંદોબસ્ત રખાયો હતો. નબીપુર કુમારશાળાના આચાર્યા શ્રીમતી ઇલાબેને કાર્યક્રમનું સફળ આયોજન કર્યું હતું.

Back to top button
error: Content is protected !!