બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૧૩/૦૧/૨૦૨૫
નેત્રંગ : SRF -ફાઉન્ડેશન (SRF Foundation), ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતિ તેમજ જિલ્લા શીક્ષણ તાલિમ ભવન અને નેત્રંગ તાલુકાની ૧૮ પ્રાથિમિક શાળાઓના સહયોગથી નેત્રંગ તાલુકા ૧૮ પ્રાથમિક શાળા વચ્ચે શૈક્ષણિક મેળાનું આયોજન પ્રાથમિક શાળા મૌજા ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે ૧૦૦ શિક્ષકો, ૧૦૦ આચાર્ય મિત્રો તેમજ ૧૧૧ જેટ્લા બાળકો સામેલ હતા. જેનો મુખ્ય હેતુ તમામ શાળાના શિક્ષકગણ અલગ અલગ TLM જાતે નિર્માણ કરી પ્રદર્શન કરવાનો હતો. જેના થકી અન્ય શાળાના શિક્ષકો પણ એક બીજા પાસેથી નવું શીખી શકે અને તેનો પોતાના વર્ગખડમાં બાળકોને ભણાવવામાં માટે કરી શકે. આ એક નવીન કાર્યક્રમને ખૂબ જ પ્રોત્સાહન શિક્ષકો અને આચાર્યો દ્વારા મળેલ હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચ જિલ્લા શીક્ષણ તાલિમ ભવન ખાતેથી ડો.જતિન મોદી હજાર રહ્યા હતા, તેમજ અતિથિ વિશેષ હરિસિંહ વસાવા, તાલુકા શિક્ષણ અધિકારી, ૧૮ શાળાના આચાર્ય, તેમજ ગ્રુપના ગ્રુપાચાર્ય, યજમાન શાળાના આચાર્ય વજેસિંભાઇ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન ડો.જતીનભાઈ મોદી (જિલ્લા શીક્ષણ તાલિમ ભવન) તરફથી તમામ શાળાના TLM સ્ટોલનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગની સાથોસાથ SRF Foundation દ્વારા આખા વર્ષ દરમિયાન થયેલ અલગ અલગ પ્રવૃત્તિઑ તેમજ સ્પર્ધામાં જે બાળકો તેમજ શિક્ષકો વિજેતા થાય છે તેમને અલગ અલગ ઈનામ આપી બિરદાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમજ શાળા સ્વચ્છતાને ધ્યાનમાં રાખી અલગ અલગ સામગ્રી આપવામાં આવી હતી જેનો ઉપયોગ શાળા સુંદરતા વધારવા હેતુ રહ્યો હતો. અતિથિ વિશેષ હરિસિંહ વસાવા તલુકાના અધિકારી એ જણ્વ્યુ કે આ એક ખુબજ સુંદર અને એક બિજા પાસેથી શિખવાનુ ઉતમ જગ્યા SRF દ્વારા પુરુ પાડ્વામા આવ્યુ એ માટે આભાર વ્યક્ત કર્યો હ્તો. શૈક્ષણિક મેળામા શિક્ષકો દ્વારા તૈયાર કરવામા આવેલ TLM અને નવિનીકરણ પેડાગોજી બાળકો ના શિખવા અને શિખાવામા મદરૂપ થાઇ એવી ઉમ્દા સામ્ગ્રી શિક્ષકો દ્વારા સ્ટોલો બનાવામા આવ્યા હતા જેમા વિજેતા થનાર શાળાઓ જેવીકે પ્રા.શાળા મૌજા, પ્રા. નેત્રંગ કન્યા, પ્રા.શળા જર્ર્ના, પ્રા.શળા મોટાજમુડા અને પ્રા.શાળા કાંટિપાડા શાળાઓ એ ખુબજ સારુ પ્રદર્શન કર્યુ હ્તુ અને આ દરેક શાળાઓને પ્રોત્સહિતરુપે ઇનામ મુખ્ય મહેમાન ના હસ્તે આપવામા આવ્યુ હ્તુ. તથા ગ્રામપંચાયત સદસ્યો અને શાળાની એસ.એમ.સી સમિતિ ના સભ્યો જે શાળાના વિકાસમા સતત મદદરુપ થતા એવા તમામ સભ્યોને સાલ ઓડાવીને સન્માન કરવામા આવ્યુ. હતુ. પ્રાથમિક શાળા મોજાના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.
ડૉ. જતિન મોદી સાહેબ (અધ્યાપક DIET ભરૂચ) જેઓએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે એસ. આર. એફ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમ દ્વારા બાળકોને પ્રોત્સાહન મળેલ છે તેમજ શૈક્ષણિક કાર્યમાં પણ મદદરૂપ થનાર છે. અંતે આ કાર્યક્રમની આભારવિધિ SRF FOUNDATION નેત્રંગના પ્રોગ્રામ ઓફિસર સુનિલ ગામિત દ્વારા કરવામાં આવી
.