Halvad:હળવદમાં પત્નીની હત્યા કર્યા બાદ પતિએ આગળ શું કર્યું વાંચો અહીં.
Halvad:હળવદમાં પત્નીની હત્યા કર્યા બાદ પતિએ આગળ શું કર્યું વાંચો અહીં.
હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો જ્યાં મદીનાબેન યુનુસભાઈ સંધી (ઉ.વ.૩૫) નામની પરિણીતાની હત્યા તેના પતિએ કરી હતી દંપતી વચ્ચે બોલાચાલી થતા પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી અને આરોપી પતિ ફરાર થયો હતો બનાવની જાણ થતા હળવદ પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ ચલાવી હતી
જોકે હળવદ પોલીસ આરોપી સુધી પહોંચે તે પૂર્વે જ હત્યાના બનાવમાં નવો ટ્વીસ્ટ આવ્યો હતો જેમાં પત્નીની હત્યા કરનાર આરોપી પતિએ પણ આત્મહત્યા કરી લીધાનું સુત્રો જણાવી રહ્યા છે યુનુસ અબ્રાહમ સંધી નામના ઇસમેં પત્નીની હત્યા કર્યા બાદ પોતે ઝેરી દવા પી લીધી હતી હત્યાના સ્થળથી થોડે દુર હનુમાનજી મંદિર પાસે આરોપી પતિનો મૃતદેહ મળી આવ્યો છે જેથી પોલીસે બંને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ ચલાવી છે