GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા રેઈનબસેરાની બાલવાટિકામાં ભુલકાઓને સ્ટડી ટેબલ અને ખુરશીઓનું ઉમળકાભેર વિતરણ.

MORBI:મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા રેઈનબસેરાની બાલવાટિકામાં ભુલકાઓને સ્ટડી ટેબલ અને ખુરશીઓનું ઉમળકાભેર વિતરણ.

 

 

ભુલકાઓના ચહેરા પણ આ ઉપહાર મેળવી તાજા ફુલોની જેમ ખીલી ઉઠ્યા.

કોઈ બાળકો જમીન પર બેસી પોતાના લેશન કરી રહ્યા હોય, વાંચી રહ્યા હોય અને શારીરિક માનસિક હતાશા અનુભવી રહ્યા હોય અને તેઓને એકાએક અન્ય સુખી સંપન્ન બાળકો જેવી લખવા વાંચવાની સુવિધા મળી જાય પછી તો ભલા પુછવું જ શું?

આવો જ વિચાર મોરબીની અનેક સેવાપ્રવૃતિઓ કરતી સંસ્થા મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી ને આવ્યો અને તુરંત અમલમાં પણ મુકી દીધો.

આ સંસ્થા દ્વારા 17 જુલાઈ, 2025ના રોજ રેઈનબસેરામાં આવેલી બાલવાટિકામાં શિક્ષણ મેળવતા ભુલકાઓ માટે તેમને જોતા જ ગમી જાય અને તેના પર આરામથી લખી વાંચી શકે તેવા ખાસ બાળકો માટે બનાવાતા કિડ્સ સ્ટડી ટેબલ અને ખુરશીઓ સ્નેહપૂર્વક અર્પણ કરવામાં આવ્યા. જે જોતા જ બાળકોમાં ખુશીની લહેર દોડી ગઇ.

મુસ્કાન વેલ્ફેર સોસાયટીના આ પ્રયાસ થી રેઈનબસેરામાં, અભાવામાં રહેતા બાળકોને યોગ્ય રીતે અભ્યાસ માટે સરળતા રહે અને હોંશે હોંશે બાળકો અભ્યાસ કરે બાળકો માટે આ ટેબલ-ખુરશીઓ તેમને લખવા વાંચવામાં ખુબ આરામદાયક અને અનુકૂળ રહેશે. અને બાળકો વધુને વધુ ઉત્સાહથી અભ્યાસ તરફ પ્રેરાશે.

મુસ્કાન વેલફેર સોસાયટી મોરબી સતત સમાજસેવામાં સતત કાર્યરત રહી વિવિધ ક્ષેત્રોમાં સેવા પ્રદાન કરતી રહી છે. બાળ શિક્ષણની ઉત્તમ શરૂઆત માટે સોસાયટી તરફથી આ પહેલને લોકો તરફથી પ્રસંશા મળી રહી છે.

Back to top button
error: Content is protected !!