JETPURRAJKOT

કોઠારીયા ગામ ખાતે સરકારી શાળામાં બાળકોએ કેબિનેટ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાના હસ્તે ખિલખિલાટ કરતા-કરતા પ્રવેશ મેળવ્યો  

તા.૧૨ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

ઈશ્વરે દરેક બાળકને ભેટ રૂપે વિશિષ્ટ કલા આપેલી હોય છે, બાળકની રુચિને પારખી, તેના કૌશલ્યને કેળવવું એ શિક્ષકની નૈતિક ફરજ છે. : કેબિનેટ મંત્રીશ્રી

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં અંદાજિત ૬૫૧૯ બાળકો તેમજ શહેર વિસ્તારમાં ૨૧૧૨ બાળકોએ આંગણવાડીઓમાં પ્રવેશ મેળવ્યો

રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૩ અંતર્ગત ‘ઉજવણી.. ઉજ્જવળ ભવિષ્યની..’ સૂત્ર સાથે ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં રાજકોટ તાલુકાના કોઠારીયા ગામ ખાતે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બાળકોએ સરકારી શાળામાં મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાના હસ્ત પકડી ખિલખિલાટ કરતા-કરતા પ્રવેશ મેળવ્યો હતો. તેમજ મંત્રીશ્રીએ ભૂલકાંઓને કુમકુમ લગાવી, મોં મીઠું કરાવ્યું હતું.

આ અવસરે કેબિનેટ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા એ જણાવ્યું હતું કે રાષ્ટ્રના ભાવિ નાગરિક એવા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આયોજિત પ્રવેશોત્સવ અંતર્ગત પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ માટે શાળાનો પ્રથમ દિવસ યાદગાર બની રહેશે. આ વર્ષે પ્રવેશોત્સવમાં રાજ્યની ૫૩,૦૨૯ આંગણવાડીઓમાં આશરે અઢી લાખ જેટલા ભુલકાંઓ આંગણવાડીઓમાં પ્રવેશ મેળવશે. તેમજ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી ૧૩૬૦ આંગણવાડીઓમાં અંદાજીત ૬૫૧૯ બાળકોએ પ્રવેશ મેળવ્યો છે. તેમજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત કાર્યરત ૩૬૪ આંગણવાડીઓમાં અંદાજે ૨૧૧૨ બાળકો પ્રવેશપાત્ર છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે ઈશ્વરે દરેક બાળકને ભેટ રૂપે વિશિષ્ટ કલા આપેલી હોય છે, બાળકની રુચિને પારખી, તેના કૌશલ્યને કેળવવું એ શિક્ષકની નૈતિક ફરજ છે. ગુજરાત સરકાર શિષ્યવૃતિ, નિ:શુલ્ક સાઇકલ, વિદેશ અભ્યાસ માટે લોન જેવી અનેકવિધ યોજના સાથે શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરવા કટિબદ્ધ છે. ત્યારે શાળામાં ભુલકાંઓ હસતા-રમતા પ્રવેશ મેળવે, તેનો શ્રેય આંગણવાડીની બહેનોને જાય છે. આંગણવાડીમાં બાળકોને અક્ષરજ્ઞાનની સાથે પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપી શાળામાં ભણવા માટે તૈયાર કરતા આંગણવાડી બહેનો ધન્યવાદને પાત્ર છે.

કોઠારીયા તાલુકા શાળા ખાતે આયોજિત શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં કોઠારીયા તાલુકા શાળા (પે સેન્ટર)ની બાલવાટિકામાં ૧૨ બાળકો તથા ધો. ૧માં ૧૪ બાળકો તેમજ ગુલાબનગર પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં ૧૨ બાળકો તથા ધો. ૧માં ૧૩ બાળકોને પ્રવેશ અપાયો હતો. તેમજ લગભગ ૩૦ જેટલા બાળકોએ આંગણવાડીમાં પ્રવેશ મેળવ્યો હતો.

આ કાર્યક્રમની શરૂઆત મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરાઈ હતી. કાર્યક્રમમાં મહાનુભાવોને પુસ્તક આપીને આવકારવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત તથા વૃક્ષારોપણ, બેટી બચાવો જેવા વિવિધ વિષયો ઉપર વક્તવ્ય રજૂ કર્યા હતા. પ્રવેશપાત્ર બાળકોને શૈક્ષણિક તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું.

મંત્રીશ્રીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં કાર્યક્રમનું સંચાલન કરતી વિદ્યાર્થીનીને ખાસ કરીને બિરદાવી હતી. આ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ શાળાના મેદાનમાં વૃક્ષારોપણ કર્યું હતું. મંત્રીશ્રીએ બેઠક યોજી શાળાની કામગીરીની સમીક્ષા કરી સૂચનો આપ્યા હતા. અગ્રણીશ્રીઓ વિક્રમભાઈ પુજારા તથા પ્રવીણભાઈ નિમાવતે સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમજ ગુલાબનગર પ્રાથમિક શાળાના આચાર્યશ્રી જીગીષાબેન ભીમાણીએ આભારવિધિ કરી હતી.

આ તકે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી પુષ્કરભાઈ પટેલ, ઇન્ચાર્જ શાસનાધિકારીશ્રી નમ્રતાબેન મહેતા, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ઈ.આઇ.શ્રી સપનાબેન પરમાર, દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી સીમાબેન શીંગાળા સહિત કોર્પોરેટરો અને વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!