GUJARATHALOLPANCHMAHAL

હાલોલ ગોધરા રોડ પર હોટલ નવજીવન ચોકડી પાસે અકસ્માત સર્જાતા બાઈક પર સવાર બે પૈકી એક નું મોત

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૧૯.૧૦.૨૦૨૩

હાલોલ ગોધરા રોડ પર હોટલ નવજીવન ચોકડી નજીક ટેન્કર ચાલકે બાઈક ને અડફેટમાં લેતા બાઈક સવાર બે પૈકી એક નું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યુ હતું.જયારે અન્ય એકને ગંભીર ઈજાઓ થતા પ્રાથમિક સારવાર હાલોલ રેફરલ હોસ્પીટલ ખાતે વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરવામાં આવ્યો હતો. બનાવ ને પગલે હાલોલ ટાઉન પોલીસે અકસ્માત નો ગુનો નોંધી મૃતક બાઈક ચાલક નું હાલોલ રેફરલ હોસ્પીટલ ખાતે પી.એમ કરાવી તપાસ હાથધરી છે.બનાવ ની પ્રાપ્ત માહિતી મુજબ કાલોલ તાલુકાના પીંગળી ગામના અને હાલ હાલોલ તાલુકાના તરખંડા ગામે બેન ના ઘરે રહી કડિયા કામ મજૂરી કરતા અર્જુનસિંહ છત્રસિંહ સોલંકી આજે સવારે તેમના ઓળખીતા અર્જુનસિંહ સાથે બાઈક પર જતા હતા.ત્યારે હાલોલ ગોધરા રોડ પર હોટલ નવજીવન પાસે પસાર થતા હતા. તે દરમ્યાન ટેન્કર ચાલકે આ બાઈક સવાર ને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો.જેમાં અર્જુનસિંહ છત્રસિંહ સોલંકી ને ગંભીર ઈજાઓ થતા તેઓનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું. જયારે તેમની સાથે ના અર્જુન ને ઈજાઓ થતા તેને 108 એમ્બ્યુલન્સ દ્વારા હાલોલ રેફરલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. ત્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરવામાં આવ્યો હતો.બનાવની જાન હાલોલ ટાઉન પોલીસ ને થતા તેઓ ઘટના સ્થળે તેમજ રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવી પ્રાથમિક તપાસ કરી અકસ્માત નો ગુનો નોંધી મૃતક નું હાલોલ રેફરલ હોસ્પીટલ ખાતે પી એમ કરાવી તેના મૃતદેહ ને તેના પરીવાર ને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!