PANCHMAHALSHEHERA

એન.એસ.એસ. અંતર્ગત શહેરા પોલીસ સ્ટેશન અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા આયોજિત ડ્રગ્સ સેવન/ નશા નાબુદી અભિયાન કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ સમાચાર

નિલેશ દરજી શહેરા

પંચમહાલ જિલ્લામાં આવેલા શહેરા ખાતે સરકારી વિનયન કૉલેજ, શહેરા, જિ- પંચમહાલ ખાતે એન.એસ.એસ. અંતર્ગત ડ્રગ્સ સેવન/ નશા નાબૂદી અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ અત્યારની યુવા પેઢી જે નશા તરફ ધકેલાઈ રહી છે તેમને જાગૃત કરવાનો હતો. ભારત દેશ સૌથી વધારે યુવા ધન ધરાવતો દેશ છે પરંતુ ડ્રગ્સ સેવન અથવા નશાની આદત આ યુવાધનને બરબાદ કરી રહી છે. નશાની આદત એ અંધારામાં સુરંગ સમાન છે જે વ્યક્તિને બરબાદીના માર્ગ તરફ લઈ જાય છે. વિદ્યાર્થીઓ નશો કરવાથી થતા નુકસાન વિશેની સાચી સમજ મેળવે અને પોતાના સમાજમાં પણ તેનો પ્રચાર કરે તે હેતુથી ડ્રગ્સ સેવન નશા નાબુદી અભિયાનની શરૂઆત સરકાર દ્વારા કરવામાં આવી છે. દેશના વડાપ્રધાન  નરેન્દ્ર મોદી દ્વારા ‘ડ્રગ્સ ફ્રી ઇન્ડિયા’ પહેલની શરૂઆત કરી છે. આ પહેલને સફળ બનાવવા માટે સમાજના દરેક જાગૃત નાગરિકે પોતાની નૈતિક અને સામાજિક ભૂમિકા ભજવવાની છે જેથી કરીને દેશના યુવા ધનને બરબાદીના રસ્તે જતું અટકાવી શકાય. આ કાર્યક્રમના મુખ્ય વક્તા P.I-પી.એમ. સર,A.S.I-સોનલબેન, બ્રહ્માકુમારીના સંચાલિકા ડી.કે. રતનબહેન, C.H.C-શહેરાના ડૉ. રાઠોડ સાહેબ હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ અંગેનું માર્ગદર્શન કોલેજના આચાર્યશ્રી ડૉ. વિપુલ ભાવસાર સાહેબ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું તેમજ કાર્યક્રમનો સંચાલન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર પ્રા લતાબેન બારૈયા દ્વારા કરવામાં આવ્યું હતું. કોલેજના સમગ્ર સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!