Dr. Bhanji Somaiya

જાતિવાદના (પેટાજાતિવાદ) પ્રખર વિરોધી ડૉ. બાબાસાહેબ આંબેડકર

ડૉ. ભાણજી સોમૈયા,
M. A., NET-UGC, LL. B. Special, Ph.D.
…………………
ડૉ. બાબાસાહેબ આંબેડકરે લખેલા બે પુસ્તકો ‘Caste in India’ અને ‘Annihilation of Caste’ નામના પુસ્તકોમાં માહિતી પ્રાપ્ત થાય છે કે ડૉ. બાબાસાહેબ આંબેડકર જાતિપ્રથાના પ્રખર વિરોધી હતા.

બીજા શબ્દોમાં કહીએ તો ડૉ. બાબાસાહેબ આંબેડકર પેટાજાતિવાદના પણ વિરોધી ગણાય.

આજે જ્યારે પેટાજાતિના સંગઠનો અને પેટાજાતિના નેતાઓનું પ્રમાણે વધારે દેખાય રહ્યું છે. આવા સમયે પેટાજાતિમાં સંગઠિત થવાની વાત કરનારા લોકોએ કે પેટા જાતિઓ નેતાઓએ સમજી લેવાની જરૂર છે.

નહીંતર પેટાજાતિ જ સંગઠનો અને પેટાજાતિના નેતાઓ અંદરોઅંદર સ્પર્ધા કરતા રહેશે અને આપણે સરકારી શિક્ષણ, સરકારી આરોગ્ય અને સરકારી નોકરીઓ મેળવવાના બંધારણીય હક્કોથી બિલકુલ વંચિત બની જશું.

જાતિવાદ કરતાં પેટાજાતિ ભવિષ્યમાં વધુ ભયંકર સાબિત થશે.

આપણે ડૉ. બાબાસાહેબ આંબેડકરના પુસ્તકો વાંચવારા લોકોની સંખ્યા વધારવાની જરૂર છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરના પુસ્તકો જ આપણને નૂતન પ્રેરણા આપશે.

ડૉ. બાબાસાહેબ આંબેડકરે કહ્યું છે, “કોઈને મિત્ર કે સ્નેહી બનાવવાની કલા જ મને આવડતી નથી. માટે લોકો મારાથી સહેજ દૂર ભાગે છે. પરંતુ મને માણસોના સહવાસ કરતાં પુસ્તકોનો સહવાસ અધિક પસંદ છે. મારા સમાજના તમામ પ્રશ્ર્નોના જવાબો હું કાયદાની ભાષામાં શોધું છું”

આજે કાયદો જાણનારા વકીલો ડૉ. બાબાસાહેબ આંબેડકરની ચળવળમાં પોતાનું યશસ્વી પ્રદાન આપે એ ઈચ્છનીય જ નહીં અનિર્વાય છે.

આપણે લોકપ્રિય પ્રવૃત્તિઓ, મનોરંજન આપનારી પ્રવૃત્તિઓ કે રાજકારણમાં પ્રવેશ કરવાની પ્રવૃત્તિઓ કરવાને બદલે બંધારણીય હક્કો સુરક્ષિત રહે એવી સજાગતા વિષયક પ્રવૃત્તિઓ કરવાની તાતી જરૂરિયાત છે.

Back to top button
error: Content is protected !!