MORBIMORBI CITY / TALUKO

લાયન્સ કલબ અને લિયો ક્લબમોરબી સીટી દ્વાર વિનામૂલ્યે નેત્રયજ્ઞ તેમજ ઓર્થોપેડીક કેમ્પ યોજાયો

લાયન્સ કલબ અને લિયો ક્લબમોરબી સીટી દ્વાર વિનામૂલ્યે નેત્રયજ્ઞ તેમજ ઓર્થોપેડીક કેમ્પ યોજાયો

લાયન્સ કલબ ઓફ મોરબી સિટી અને લિયો કલબ ઓફ મોરબી સીટી તેમજ શ્રી રણછોડદાસજી બાપુ
ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ દ્વારા દાતા શ્રી કેશુભાઈ દેત્રોજા (મેતાજી)નાં આર્થિક સહયોગથી પીપળીયા ચાર રસ્તા પાસે,જયદીપ કોમલેક્ષ ખાતે વિના મૂલ્યે નેત્રયજ્ઞ કેમ્પ તેમજ હાડકાના તમામ રોગોનો ચેકઅપ કેમ્પ યોજાયો જેમાં આશરે ૧૧૦ દરિદ્રનારાયણ વ્યક્તિઓ ને તપાસવામાં આવ્યા જેમાંથી આંખ નાં મોતિયા નાં ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી મહારાજ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા,જ્યારે સાંધાના દુઃખાવા કે હાડકાના ઓપરેશન માટે આયુષ હોસ્પિટલના સર્જન ડો.પાસે મોકલવામાં આવ્યા, અતિ વરસાદ નાં કારણે કેમ્પમાં પધારેલ


તમામ દરિદ્ર નારાયણ માટે ચા, પાણી અને જમવાની વ્યવસ્થા કેમ્પ સ્થળ ઉપરજ કરવામાં આવેલ
આ કેમ્પ ની શરૂઆત સદગુરૂ દેવ રણછોડ દશજી બાપુની આરતી અને દીપ પ્રાગટ્ય કેમ્પના દાતા શ્રી લાયન્સ ક્લબ મોરબી સીટી ના પ્રેસિડેન્ટ લા. કેશુભાઈ દેત્રોજા અને સર્વે લાયન મેમબર અને ઉપસ્થિત સર્વે મહાનુભાવો દ્વારા કરવામાં આવી


આ કેમ્પને સફળ બનાવવા સેકેટરી ટી સી ફૂલતરિયા, ખજાનચી લા. મણિલાલ કાવર, લા. ધનજીભાઈ નાયકપરા ,લા મહાદેવભાઈ ચીખલિયા,
લા પ્રાણજીવનભાઈ રંગપડીયા, લ.રશ્મિકા બેન રૂપાલા લા. જયેશભાઈ સંઘાણી તેમજ લિયો સેક્રેટરી બંસી રૂપાલા લિયો વાસુ તેમજ સર્વે લાયન મેમ્બર ની સેવાને સૌરાષ્ટ્ર કચ્છ ના ફર્સ્ટ ગવર્નર લા. રમેશભાઈ રૂપાલા ખાસ ઉપસ્થિતિ રહી સર્વેને અભિનંદન પાઠવી સેવાને બિરદાવે આપેલ આભાર વિધિ કરતા પાસ્ટ પ્રેસિડેન્ટ લા.અમિત ભાઈ સુરાણી દ્વારા આ કેમ્પનાં દાતા લાયન્સ કલબ ઓફ મોરબી સિટી નાં પ્રેસીડન્ટ કેશુભાઈ દેત્રોજા તેમજ જેમને વિનામૂલ્યે આ કેમ્પનું સ્થળ જયદીપ કોમલેક્ષ , વાપરવા આપેલ તેવા જયદીપ કોર્પોરેશન વાળા જયુભા જાડેજા નો પણ આભાર વ્યક્ત કરવામાં આવેલ તેમ સેક્રેટરી શ્રી ટી.સી. ફૂલતરિયાએ જણાવેલ

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!