MORBIMORBI CITY / TALUKO

ટંકારા ગામના પપ વર્ષનાં માછીમારીનો વ્યવસાય કરતાં હાજી ભાઈને છે હવે રહેવા માટે ‘ઘરનું ઘર’

ટંકારા ગામના પપ વર્ષનાં માછીમારીનો વ્યવસાય કરતાં હાજી ભાઈને છે હવે રહેવા માટે ‘ઘરનું ઘર’

 

‘૧૨ મે’ના રોજ રાજ્યનાં અનેક ગામોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ‘ઘરના ઘર’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઘરવિહોણા પરિવાર કે જેમની પાસે પોતાનો કોઇ રહેવાનો આસરો ન હોય ત્યારે ફરજિયાત પણે ઊંચા ભાડા આપીની ભાડે રહેવું પડે છે. આ અગવડતાને દુર કરવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ખાસ આવા નાના પરિવારો માટે શરૂ કરી છે ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’

માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલ તેમજ મજૂરી કામ કરીને અગાઉ ભાડે રહેતા ટંકારા ગામના પપ વર્ષનાં ભટી હાજીભાઈ બચુભાઈ પાસે છે હવે રહેવા માટે પોતાનું પાકું મકાન તેઓ આ યોજનાના લાભથી ખૂબ જ ખુશ થઇને કહે છે કે, “અમારે રહેવા માટે કંઈ આસરો ન હતો. મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા અને ભાડાના મકાનમાં રહેતા હતાં. એ ભાડુ પણ અમને પડવડે નહીં એટલું હતું. પ્રધાનમંત્રી આવાસ યોજનાના કારણે હવે અમે ભાડાના મકાનમાં ન રહેતા, અમારા પોતાના મકાનમાં રહેવાનું સપનું પૂરું થયું. કારણકે મજૂરી કામ કરીને આવું પાકું મકાન બનાવવાની અમારી પરિસ્થિતિ ન હતી. હવે આ યોજનાની મદદથી અમારા ‘ઘરના ઘર’માં રહીને ભાડાના રૂપિયા બચાવીને તેનો સદુપયોગ કરીશું. ”

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!