GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના રંગપર નજીક ગોડાઉનમાંથી નશાકારક કફ સીરપના જંગી જથ્થા ઝડપાયો 

મોરબી એલસીબી દ્વારા અંદાજે કોડીન કફ સીરપની ૪૦૦થી વધુ પેટી ઝડપી

મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમે મોરબી તાલુકાના રંગપર નજીક ગોડાઉનમાં પૂર્વ બાતમીને આધારે દરોડો પાડી નશીલી કોડીન કફ સીરપનો જંગી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ સાથે આરોપી ગોડાઉન સંચાલક તથા ટ્રકમાં કોડિન સીરપનો જથ્થો લાવનાર ટ્રક ડ્રાઈવર-ક્લીનર સહીત ત્રણ આરોપીની અટક કરી હતી. હાલ ઝડપાયેલ નશાકારક કફ સીરપના જથ્થાની ગણતરી ચાલુ હોય પરંતુ અંદાજે ૪૦૦ પેટી જથ્થો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ત્યારે મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસ દ્વારા આગળની તપાસની તજવીજ ચલાવી છે.

મળતી માહિતી અનુસાર મોરબી સહીત સમગ્ર રાજ્યમાં આયુર્વેદિક નશાકારક સીરપના ઉપરા છાપરી દરોડામાં કરોડોનો જથ્થો ઝડપી લઇ આયુર્વેદિક દવાના નામે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાવી આવી નશીલી આયુર્વેદિક સીરપનું વેચાણ મહદઅંશે નાબૂદ કરવામાં પોલીસને સફળતા મળી હતી ત્યારે મોરબી એલસીબી પોલીસે પૂર્વ બાતમીને આધારે મોરબી તાલુકાના રંગપર ગામ નજીક આવેલ ગોડાઉનમાંથી કોડીન કફ સીરપની નાની બોટલનો અંદાજે ૪૦૦ પેટીનો જથ્થો ઝડપી લેવાયો છે. એલસીબી પોલીસના દરોડા દરમિયાન ગોડાઉન સંચાલક આરોપી મનીષ પટેલ તથા ઝારખંડથી ટ્રક રજી. ટીએસ-૦૬-યુબી-૭૭૮૯માં કોડીન સીરપનો જથ્થો લાવનાર ડ્રાઈવર-ક્લીનર સહીત ત્રણ આરોપીની અટકાયત કરાઈ છે. જયારે માલ મંગાવનાર રવિ પટેલ નામના શખ્સને ઝડપી પાડવા શોધખોળ ચલાવી છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!