ARAVALLIMEGHRAJ

અરવલ્લી : ગાજણ ગામે તળાવમાં નર્મદા નદી ક્યારે ??? ગામમાં નીર વગર તળાવ સૂકું ભટ્ટ બન્યું,વિકાસની માત્ર વાતો !!!

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : ગાજણ ગામે નવા તળાવમાં નર્મદા નદી ક્યારે ??? ગામમાં નીર વગર તળાવ સૂકું ભટ્ટ બન્યું,વિકાસની માત્ર વાતો !!!

પ્રાપ્ત થયેલી માહિતી મુજબ મોડાસા તાલુકાના ગાજણ ગામે નવા તળાવમાં નર્મદાના નિર નાખવા માટેની છેલ્લા પાંચ વર્ષ અગાઉ પાઇપલાઇન નાખેલ છે એ પાઇપલાઇન થી પાણી ચડતું ન હોય અને આ દિન સુધી વારંવાર રજૂઆતો કરવા છતાં આ તળાવમાં નર્મદા ના નીર નાખવાની કોઈ કામગીરી કરવામાં આવતી નથી તો ગાજણ ગામના નવા તળાવ અત્યારે સુકા ભટ્ટ થઈ ગયા છે આ નવા તળાવ માં પાણી ભરવાની સરકારની મંજૂરી હોવા છતાં આજદિન સુધી લખતાં વળગતા નર્મદાના નીર નાખવા માટે અધિકારીઓ અને લાગતા સરકારી કચેરીઓના અધિકારી ઓ શા માટે થી આટલા સમય થી ગાજણ ગામ તળાવમાં નર્મદા ના નીર નાખવાથી વંચિત રાખે છે તે બાબતે ઉચ્ચ કક્ષાએથી મંત્રી કક્ષાએથી તપાસ થાય અને ગાજણના નવા તળાવના નર્મદા નદીનો પ્રશ્ન સત્વરે ઉકેલાય અને સત્વરે પાણી નાખવામાં આવે તેવી સમગ્ર ગ્રામજનોની લોક માગણી છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!