GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી ખાતે આવેલ સર જે.જે.પ્રાયમરી શાળામાં જુનિયર કેજીના બાળકો માટે સીંગીગ ડે યોજાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારીની સર જે.જે.પ્રાયમરી શાળામાં જુનિયર કેજીના બાળકો માટે સીંગીગ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત બાળકોએ તેમની સક્ષમતા અનુસાર બાળગીતો, જોડકણાં, સુગમ ગીતો ગાવાના હતા. નાના-નાના ભુલકાઓ તેમની કાલીઘેલી બોલીમાં અભિનય સાથે ગીતો પ્રસ્તુત કરાયા હતાં. નાના-નાના બાળકો સુંદર મઝાના વસ્ત્રો, પોતાના બાળગીતોના આધારે પહેરી આવ્યાં હતા. ફુલો, પક્ષીઓ, પ્રાણી, પરી ,સૂર્ય, ચંદ્ર, તારાના આધારે વિવિધ ગીતો તથા હિન્દી, અંગ્રેજી, ગુજરાતી ભાષામાંથી પણ બાળગીતો પસંદ કરવામાં આવ્યા હતા.

બાળકો ખૂબ જ નિર્દોષભાવે પોતાનાં ગીતો અભિનય સાથે રજૂ કરી રહ્યા હતા. એકધારા અભ્યાસમાંથી થોડા આનંદદાયક વાતાવરણમાં બાળકો ખૂબ જ પ્રફૂલ્લિત થયા હતાં. નિર્ણાયકશ્રી તરીકે શાળાના સંગીત શિક્ષિકા આશ્લેષાબેને સેવા બજાવી હતી. જેમણે બાળકોના કંઠના વખાણ કર્યા હતા અને શિક્ષકોના પ્રયાસને બિરદાવ્યો હતો. બાળકોના વિવિધ ગીતોની પસંદગી અંગે વાલીઓના અભિનંદન પાઠવ્યા હતા.
કાર્યક્રમમાં બાળકો મોર, પોપટ, બિલાડી, પરી,ચાંદા, સૂરજ, ઢીંગલી બનીને આવ્યા હતા. બાળકોના ગીત,કંઠ,સૂર,લય,તાલ તથા તેમની રજૂ કરવાની પધ્ધતિના આધારે  બાળકોને શાળાના  આચાર્યશ્રી કડોદવાલાએ પ્રથમ, દ્વિતિય, તૃતિય ક્રમે તથા આશ્વાસન સર્ટિફિકેટ થી નવાજવામાં આવ્યા હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!