AHAVADANG

રાજ્યનો સંપુર્ણ રસાયણ મુક્ત ખેતી કરતો પ્રથમ જિલ્લો ડાંગ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગગુજરાત રાજ્યના છેવાડે આવેલ વન પ્રદેશ ડાંગ જિલ્લાના રાજ્ય સરકાર દ્વારા પ્રથમ પ્રાકૃતિક જિલ્લા તરીકે જાહેર કરવામા આવ્યો છે. 2 વર્ષ પહેલા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત તેમજ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતીમા ડાંગ જિલ્લાને પ્રાકૃતિક જિલ્લો જાહેર કરવામા આવ્યો છે.
પ્રાકૃતિક જિલ્લા ડાંગના ખેડુતો ભાવિ પેઢીને શુદ્ધ હવા, પાણી, જમીન, અને આબોહવા આપવા સાથે સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી આપવાની સાથે પ્રાકૃતિક ખેતી કરવાનુ આહ્વાન રાજયપાલશ્રીએ કરેલ છે.
કુદરતી સંપદાઓથી ભરપુર ડાંગ જિલ્લામા ચોમાસા દર્મિયાન રળીયામણા પહાડો અને છલકાતી નદીઓથી કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે. પ્રાકૃતિક જિલ્લા ડાંગમા ખેડુતો રસાયણ મુક્ત ખેતી કરતા થયા છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 31 કરોડની માતબર રકમ સહાય પેઠે આપી છે. જેનો લાભ ડાંગ જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોને મળી રહ્યો છે.

વર્ષ 2021-22 ડાંગ જિલ્લાને સંપુર્ણ રસાયણમુક્ત જિલ્લો બનાવાવા માટે રાજ્ય સરકારે “ સંપુર્ણ રસાયણ મુક્ત ડાંગ જિલ્લા અંતર્ગત પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોને નાણાંકીય સહાય” નામની યોજના માત્ર ડાંગ જિલ્લા માટે ચાલુ કરી છે. જિલ્લાના તમામ ખેડુતોને આ યોજનાની જાણકારી આપવા અને તેઓ પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે જિલ્લાની તમામ 70 ગ્રામ પંચાયતમા તારીખ 01/04/2023 પછી કુલ 97 તાલીમોથી કુલ 3671 ખેડુતોને આત્મા પ્રોજેક્ટ દ્નારા પ્રાકૃતિક ખેતીથી માહિતગાર કરાયા છે.

ડાંગ જિલ્લો પ્રાકૃતિક જિલ્લો જાહેર થતા પ્રાકૃતિક ખેતીને લગતી યોજનાઓ તેમજ સહાય ખેડુતોને પુરી પાડવામા આવી રહી છે. જેમા દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પ્રતિ માસ 900 રૂપીયા પ્રમાણે ગાય પાલક ખેડુતને પ્રાકૃતિક કૃષિ કરવાની શરતે ગાય નિભાવ ખર્ચમા સહાયતા આપવામા આવે છે. આ યોજનાનો ઉદેશ્ય ગાયના છાણ અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે ખેતી થઇ શકે, ભૂમિની ભેજ સંગ્રહ ક્ષમતા વધે, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય, નહિવત ઉત્પાદન ખર્ચ થાય, વધારે ભાવ મળે, પાણીની બચત થાય અને પર્યાવરણ અને માનવીય સ્વાસ્થયનુ રક્ષણ, પોષણ અને સંવર્ધન થાય તે માટેનો છે.

દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના હેઠળ ડાંગ જિલ્લામા વર્ષ 2022-23 દર્મયાન કુલ 3028 ખેડુતો આ યોજનાનો લાભ લઇ રહ્યા છે. અત્યાર સુધીમા આ તમામ પાલક ખેડુતોને માર્ચ 2023 સુધીના 12 મહિનાના કુલ રૂપીયા 332.85 લાખ રૂપિયાની સહાય ચુકવવામા આવેલ છે.

આપણું ડાંગ પ્રાકૃતિક ડાંગ અભિયાનને પરિપુર્ણ કરવા માટે રાજ્ય સરકારે અનેક પગલા લીધા છે. જેમ કે શરૂઆતના બે વર્ષ દર્મયાન ખેડુતોને થોડુ પાક ઉત્પાદન ધટે છે જેથી ખેડુતને આર્થિક નુકસાન ના થાય તે માટે પ્રતિ હેક્ટર 5000 રૂપીયાની સહાય ખરીફ સીઝનમા કરવામા આવે છે અને તે જ જમીનમા ફરિથી રવિ કે ઉનાળું પાક લેવામા આવે તો ફરિથી પ્રતિ હેક્ટર 5000 રૂપીયાની સહાય ખેડુતને તેના બેંન્ક ખાતામા વળતર સ્વરૂપે ચુકવવામા આવે છે. બીજા વર્ષે પણ આ ખેડુતોને પ્રતિ હેક્ટર 3000 રૂપીયા સહાય રાજ્ય સરકારશ્રી દ્વારા આપવામા આવે છે.

જેમા વર્ષ 2021-22 દર્માયન પ્રથમ વર્ષના ખરીફ અને રવિ સીઝનના 13480 ખેડુતોને કુલ રૂપિયા 760.44 લાખની સહાય ચુકવી દેવામા આવે છે. વર્ષ 2021-22 દર્માયન બીજા વર્ષના ખરીફના 13196 ખેડુતોને અને વર્ષ 2022-23 ના કુલ 2121 ખેડુતોને કુલ રૂપિયા 508.48 લાખની સહાય તથા રવિ સીઝનના કુલ 9063 ખેડુતોને રૂપિયા 137.55 લાખ મળી કુલ રૂપિયા 646.20 લાખની સહાય આપવામા આવેલ છે.

ડાંગને પ્રાકૃતિક ખેતી માટે પસંદ કરીને રાજ્ય સરકારે ખુબ જ ઉપકારક કાર્ય કર્યું છે. ફાર્મર માસ્ટર ટ્રેનર કરીકે કાર્ય કરતા આહવા તાલુકાના મોરઝીરા ગામના ખેડુતશ્રી રામદાસભાઇ ગુલાબભાઇ પવાર જણાવે છે કે, તેઓ પહેલાથી જ પ્રાકૃતિક ખેતી કરતા હતા પરંતુ પ્રાકૃતિક ખેતી કરવા માટેની તાલીમ લીધા બાદ તેઓ આચ્છાદન, જિવામૃત અને ધનજીવામૃતનો ખેતીમા ઉપયોગ કરે છે જેના લિધે તેઓને ખેતીમા સારૂ ઉત્પાદન મળી રહે છે. સાથે જ પ્રાકૃતિક ખેતી કરવાથી જમીના પોષક તત્વો જળવાઇ રહે છે. પ્રાકૃતિક ખેતી વિશે તેઓ આહવા તાલુકાના ચિંચલી, મહાલપાડા,ડોન, મોરઝીરા, હારપાડા, ટાંકલીપાડા, ધવલીદોડ, ચોક્યા, બોરખલ જેવા ગામાડાઓમા ખેડુતોને પ્રાકૃતિક ખેતી અને રસાયણીક ખેતીનો તફાવત સમજાવી ખેડુતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહિત કરે છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!