GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

ગણતંત્ર દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીમાં ‘નારી શક્તિ’નો પણ પરચમ

૭૫માં પ્રજાસત્તાક દિનની પરેડમાં ૫ મહિલા પ્લાટુન: ગુજરાત પોલીસ, ફોરેસ્ટ સહિતના વિભાગની મહિલાઓ પરેડનો હિસ્સો બનશે
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ૨૬મી જાન્યુઆરીએ યોજાનાર પરેડમાં ૫ મહિલા પ્લાટુન જોવા મળશે. જેમાં ગુજરાત પોલીસ, વન વિભાગ, એન.એસ. એસ. અંતર્ગતની વિદ્યાર્થીનીઓ શિસ્તબદ્ધ પરેડનો હિસ્સો બનશે. આમ,ગણતંત્ર દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીમાં ‘નારી શક્તિ’નો પણ પરચમ જોવા મળશે.
૭૫માં પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણીમાં અશ્વદળ, શ્વાનદળ સહિત કુલ ૨૫ પ્લાટુન પરેડમાં ભાગ લઈ રહ્યા છે. જેમાં પાંચ મહિલા પ્લાન્ટુન હશે, આ મહિલા પ્લાટુનમાં જૂનાગઢ જિલ્લા પોલીસ, રાજકોટ શહેર પોલીસ, રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસ, ગુજરાત વન વિભાગ અને એનએસએસની વિદ્યાર્થીઓની સમાવેશ થાય છે. ઉપરાંત ૨૦ જેટલી મહિલાઓ બેન્ડમાં ભાગ લઈ રહી છે અને સ્ટુડન્ટ પોલીસ કેડેટની ૧૫ જેટલી વિદ્યાર્થીનીઓ ભાગ લઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, ૧ પ્લાટુન ૩૦ મહિલાઓ પ્લસ ૧ પ્લાટુનનું નેતૃત્વ કરનારની બનેલી હોય છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!