JETPURRAJKOT

ડુંગળી પકવતાં ખેડૂતોને સરકારી યોજનાઓનો લાભ લેવા અનુરોધ

તા.૩ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

હાલ અન્ય રાજ્યોમાંથી પણ ડુંગળીની આવક ગુજરાત રાજ્યમાં થતી હોવાથી ડુંગળીના ભાવમાં ચડાવઉતાર જોવા મળી રહયા છે. જેથી, ડુંગળી પકવતાં ખેડૂતોએ ધીરજ રાખવા તથા ડુંગળીના સંગ્રહ અંગેની યોગ્ય પદ્ધતિઓનો ઉપયોગ કરવા બાગાયત વિભાગ દ્વારા અનુરોધ કરાયો છે. સંગ્રહ અંગેની વિવિધ પદ્ધતિઓમાં દેશી પદ્ધતિઓ ઉપરાંત મેડા પદ્ધતિઓ કે જેમાં બાગાયત ખાતા મારફત સહાય આપવામાં આવે છે અને મોટા પાયે સંગ્રહ કરવા કોલ્ડ સ્ટોરેજ જેવા ઘટકમાં તેમજ પાકના મૂલ્યવર્ધન હેતુ બાગાયતી પાકોના પ્રોસેસીંગ યુનિટ વસાવવા પણ સહાય આપવામાં આવે છે.

લો કોસ્ટ ડુંગળીના સંગ્રહ સ્ટ્રકચર (ક્ષમતા ૨૫ મે. ટન) સુધી ખર્ચ (યુનિટ કોસ્ટ રૂ. ૧,૭૫,૦૦૦) ૫૦% લેખે રૂ. ૮૭,૦૦૦ની સહાય મળવાપાત્ર છે. કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટે ૫૦૦૦ મે. ટન કેપેસીટી સુધી પ્રોજેક્ટ ખર્ચના ૩૫% લેખે (મહત્તમ રૂ. ૨૮૦૦ પ્રતિ મે. ટન) સહાય મળવાપાત્ર છે. બાગાયતી પાકોના પ્રોસેસીંગ નવા યુનિટ વસાવવા માટે ખર્ચના ૭૫% અથવા ૧ લાખ, આ બેમાંથી જે ઓછું હોય, તે સહાય મળવાપાત્ર છે. આથી, ડુંગળી પકવતાં ખેડૂતોએ બાગાયત ખાતાની વિવિધ સહાયકારી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ૨/૩ જિલ્લા સેવા સદન-૩, પ્રેસ રોડ, રીડ કલબ, રાજકોટ ખાતે રૂબરૂ અથવા ફોન નં. ૦૨૮૧-૨૪૪૫૫૧૭ પર સંપર્ક કરી શકાશે. તેમ નાયબ બાગાયત નિયામકશ્રી રસિકભાઈ બોઘરાની યાદીમાં જણાવાયું છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!