JETPURRAJKOT

સરપ્રાઈઝ ગીફ્ટ આપવા માગતા નાગરિકો માટે રાજકોટ હેડ પોસ્ટ ઓફિસનું નવલુ નજરાણું

તા.૩ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

રજકોટ શહેરમાં રહેતા કોઈ પણ નાગરિકને સરપ્રાઈઝ ગિફ્ટ મોકલવા માગતા રાજકોટના નાગરિકો તેમના પાર્સલની સેઈમ ડે સરપ્રાઈઝ ડિલિવરી કરાવવા માટે રાજકોટ હેડ પોસ્ટ ઓફિસનો બપોરે ૨.૦૦ વાગ્યા સુધી સંપર્ક કરી શકે છે.

લોકલ એડ્રેસના પાર્સલની તે જ દિવસે ડીલીવરી થાય એ પ્રકારની સેવાનો શુભારંભ રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ ખાતે સૌરાષ્ટ્ર કચ્છના પોસ્ટ માસ્ટર જનરલ શ્રી બી. એલ. સોનલ તથા રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ અધિક્ષક શ્રી મેહુલ પંડ્યાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. ૩૬૦૦૦૧ થી ૩૬૦૦૦૭ નંબરના પીનકોડ ધરાવતા અને રાજકોટ હેડ પોસ્ટ ઓફિસના કાઉન્ટર પર બપોરે ૨.૦૦ વાગ્યા સુધીમાં બુક કરાયેલા તમામ પ્રકારના સ્થાનિક પાર્સલને એ જ દિવસે તાત્કાલિક રીતે પહોંચાડવામાં આવશે. રાજકોટ શહેરના નાગરિકોને આ નવતર સેવાનો લાભ લેવા રાજકોટ હેડ પોસ્ટ ઓફિસની યાદીમાં જણાવાયું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!