GUJARATHALOLPANCHMAHAL

હાલોલ એમ.એન્ડ.વી.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજડિપ્લોમા ઇન સેનેટરી ઇન્સ્પેક્ટર કોર્સના વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ યોજાયો

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨.૮.૨૦૨૫

શ્રી હાલોલ મહાજન ઉચ્ચ શિક્ષણ મંડળ સંચાલિત એમ. એન્ડ વી.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ હાલોલમાં આજરોજ તારીખ 02 /08 /2025 ને શનિવારે સવારે 11:00 કલાકે કોલેજના કોન્ફરન્સ હોલમાં મંડળના સભ્ય મુકુંદભાઈ દેસાઈ તથા કોલેજના આચાર્ય ડો. યશવંત શર્માની અધ્યક્ષતામાં નવા શરૂ કરેલા ડી.એસ.આઇ. (ડિપ્લોમા ઇન સેનેટરી ઇન્સ્પેક્ટર) કોર્સના વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને ગુલાબના ફૂલ આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી. પ્રા. જલ્પાબેન મકવાણા તથા વિદ્યાર્થી નીઓએ સાથે મળીને સુંદર પ્રાર્થના રજૂ કરી હતી. કોલેજના આચાર્ય ડો.યશવંત શર્મા એ શાબ્દિક આવકાર પ્રવચન દ્વારા વિદ્યાર્થીઓને આવકાર્યા હતા.ડો. મનોજકુમાર પટેલે ડી.એસ.આઇ. કોર્સ વિશેની માહિતી આપી હતી. પ્રા. જલ્પાબેન મકવાણા ડી.એસ.આઈ. કોર્સના વિષય ,પરીક્ષા પદ્ધતિ તથા ફ્રી શિપ કાર્ડ યોજનાની ખૂબ જ સરસ રીતે માહિતી રજૂ કરી હતી.લાઇબ્રેરીયન રેખાબેન રાઠવા એ વિદ્યાર્થીઓને પુસ્તકો વિશેની માહિતી પૂરી પાડી હતી. કાર્યક્રમના અંતમાં ડો. મનોજકુમાર પટેલે આભાર વિધિ રજૂ કરી.આમ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ખૂબજ ઉત્સાહપૂર્વક ડો. મનોજકુમાર પટેલ તથા પ્રા.જલ્પાબેન મકવાણા દ્વારા કરવામાં આવ્યુ હતું.અંતમાં રાષ્ટ્રગાન કરી અલ્પાહાર બાદ કાર્યક્રમને સમાપ્ત જાહેર કરવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!