KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ કુમાર શાળામાં અને ઉર્દુ શાળાનો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરાઇ

તારીખ ૧૩ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાની કાલોલ કુમાર શાળામાં કાલોલ કુમાર અને ઉર્દુ શાળાનો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવાય ગયો હતો જેમાં આ શુભ પ્રસંગે અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત સદસ્ય હીરાબેન અમરસિંહ રાઠોડ, બાકરોલ જિલ્લા પંચાયત શીટ હાજર રહીને કાર્યક્રમને દીપાવ્યો હતો.કાલોલ કુમાર અને ઉર્દુ શાળા પરીવારે પુસ્તક સ્વરૂપે ભેટ આપી મહેમાનોનું ભાવભીનું સ્વાગત કર્યું હતું.દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેમાં નાના ભૂલકાંઓ થકી વાતાવરણ ગાજી ઊઠ્યું હતું.કાર્યક્રમનું સંચાલન ધોરણ ૮ ના વિદ્યાર્થી દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં શાળાના આ. શી.જયદીપ ભાઈ વાઘેલા સ્ટેજ સંચાલન માં સહાય રૂપ ભૂમિકા નિભાવી હતી. તેમ જ બેટી બચાવો બેટી પઢાઓ,પર્યાવરણ અને પાણી બચાવો વિશે ધોરણ ૬ અને ૭ ના વિદ્યાર્થી ઓએ વક્તવ્ય આપ્યું હતું. ધોરણ ૩ થી ૮ માં પ્રથમ નંબર આવેલ બાળકોને શાળાના આચાર્ય દ્વારા ઈનામ આપી સન્માન્યા હતાં. કીટના દાતાશ્રી શેફાલીબેન ઉપાધ્યાય, પ્રતીકભાઈ ઉપાધ્યાય અને ગૌરાંગભાઈ દરજીનો શાળા પરિવાર અને એસ.એમ.સી એ આભાર માન્યો હતો.આભાર વિધિ શાળા ના પ્રથમ આ.શિ.પરસોત્તમભાઈ વી.સોલંકી દ્વારા કરવામાં આવી હતી.છેલ્લે રિવ્યૂ મીટિંગ કરી કાર્યક્રમ સફળ રીતે પૂર્ણ થયો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!