GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લામાં ફરજ બજાવતા અંદાજે 80 થી વધુ TRB જવાનોએ રાજ્ય સરકારના છૂટા કરવાના પરિપત્રનો કર્યો વિરોધ

તા.22/11/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

રજૂઆત દરમિયાન TRB જવાનો હાથ જોડી રડી પડ્યા.

10 વર્ષથી ખડેપગે રહ્યા હવે અમારૂં કોણ – TRB જવાનો

મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિક હટાવવો પોલીસ માટે મુશ્કેલી બન્યું.

સમગ્ર ગુજરાત રાજ્યમાં 1 ડિસેમ્બરથી ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવતા 9,000 થી વધુ કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે સરકાર દ્વારા આ અંગેની જાહેરાત પણ કરી દેવામાં આવી છે ત્યારે છેલ્લા દસ વર્ષથી વધુ સમયથી ટીઆરબીમાં ફરજ બજાવતા કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે જેને લઇને જવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ખાસ કરીને મહિલાઓ પણ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં ટ્રાફિકજામ ન થાય અને ટ્રાફિક નિયમનનું પાલન થાય તે માટે ફરે પગે 12 કલાક સુધી રોડ ઉપર ઉભી રહેતી હોય અને છેલ્લા દસ વર્ષથી નોકરી કરતી હોય તેવી મહિલાઓને પણ છૂટી કરી દેવામાં આવી છે જેને લઇને હાલમાં આ જવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે સુરેન્દ્રનગર શહેરના સાયન્સ કોલેજ ખાતે તમામ આવા જવાનો ફરજ બજાવતા હતા તે એકત્રિત થયા હતા અને આ અંગે નિર્ણય કરી અને આજથી તમામ જે જવાનો છે તે હડતાલ ઉપર ઉતરી ચૂક્યા છે અને આજથી તેમને હડતાલ શરુ કરી છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં અલગ અલગ તાલુકા તથા સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં એક 80 થી વધુ જવાનો TRB માં ફરજ બજાવે છે અને આ તમામ જવાનો 10 વર્ષથી વધુ સમયગાળાથી ફરજ બજાવી રહ્યા છે સરકાર દ્વારા નિર્ણય કરી અને આ તમામને છૂટા કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે સુરેન્દ્રનગર સાઈડની એમ પી શાહ સાયન્સ કોલેજ ખાતે તમામ આ ટ્રાફિક બ્રિગેડ જવાનો એકત્રિત થયા છે અને હડતાલ ઉપર ઉતરી જવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આજે આ તમામ જે ટ્રાફિક બ્રિગેડના જવાનો છે તે હડતાલ ઉપર ઉતર્યા છે જેને લઇને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં જે ટ્રાફિક જામની સમસ્યા છે તે ફરી વખત સર્જાઈ છે પોલીસ તો પોતાનું કામ કરી રહી છે પરંતુ મોટાભાગે ટ્રાફિક હળવું કરવામાં ટ્રાફિક બ્રિગેડ જવાનો મહત્વનો ફાળો ભજવતા હોય છે ત્યારે આજથી તેમને હડતાળ પાડવી દીધી છે ત્યારે સુરેન્દ્રનગર શહેર વિસ્તારમાં ટ્રાફિક ગામના સમસ્યાઓ ઊભી થઈ છે આજથી સુરેન્દ્રનગર શહેરના મુખ્ય માર્ગો ઉપર ફક્ત પોલીસ જ ટ્રાફિક નિયમનનું પાલન કરતી નજરે પડી છે ખાસ કરીને તમામ જે ટ્રાફિક બ્રિગેડના જવાનો છે તે હડતાલ ઉપર ઉતરી ગયા છે અને પોતે માંગણી કરી રહ્યા છે કે સરકાર અમને પેલી ડિસેમ્બર થી છૂટા ન કરે કારણ કે હવે તો અમારી ઉંમર પણ સરકારી ભરતીના ફોર્મ ભરવામાંથી બાકાત થઈ ગઈ છે છેલ્લા દસ વર્ષથી એક જ સ્થળે નોકરી કરી રહ્યા છીએ અને સારી રીતે ફરજ બજાવી રહ્યા છીએ જો કોઈ પણ પ્રકારની અમારા કામ થી સરકાર સંતુષ્ટ ન હોય તો તે પ્રકારના પ્રશ્નો મૂકે તો અમે સરકારના નિયમોનું પાલન કરીને પણ નોકરી કરવા તૈયાર છીએ તેવું ટ્રાફિક બ્રિગેડના જવાનો દ્વારા જણાવવામાં આવ્યું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Back to top button
error: Content is protected !!