JUNAGADHKESHOD

જૂનાગઢની કેશોદ પોલીસ ઘરકંકાશમાં ઉઝળતા ઘરની વહારે આવી

સાસરીમાં ઘરેલુ હિંસાસાથી અને માનસિક ત્રાસથી છેલ્લા સાત મહિનાથી પીડિત મહિલાના ઝઘડાનું સુખદ સમાધાન કરાવતું કેશોદ પોલીસ સ્ટેશન
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જુનાગઢ
જૂનાગઢ : સાસરીમાં ઘરેલુ હિંસાથી અને માનસિક ત્રાસથી છેલ્લા સાત મહિનાથી પીડિત મહિલાના ઝઘડાનું સુખદ સમાધાન કેશોદ પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર દ્રારા કરાયું હતુ.
જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારી તેમજ દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર (મહિલા સહાયતા કેન્દ્ર કેશોદ) ખાતે ૨૦૧૪ થી કાર્યરત છે. સાસરીમાં ઘરેલું હિંસા અને માનસિક ત્રાસથી કંટાળીને અરજદાર બહેન અને તેમનો એક વર્ષનો પુત્ર છેલ્લા સાત મહિનાથી પિયરમાં હતા. ત્યારે અરજદાર બહેન પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટરમાં તેમના પતિ સાસુ નણંદ જેઠ જેઠાણીના ઝગડા છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો હતો. બન્ને પક્ષને વારંવાર બોલાવીને સમજાવવામાં આવ્યા હતા. જેમાં બંને પક્ષને બોલાવીને વ્યક્તિગત તેમજ જુથ મિટિંગ કરી બન્ને પક્ષને સમજાવવામાં આવેલ તથા બહેનની ઈચ્છા મુજબ પતિ તેની બહેનને તેડી ગયેલ છે. તેમનું દાંપત્ય જીવન સુખમય રહે તેના માટે બંને પતિ-પત્ની અને સાસુ, નણંદ, જેઠ, જેઠાણી નું કાઉન્સેલિંગ મહિલા કાઉન્સેલર એસ આર.મહિડા અને જે. એસ.ગોંડલીયા દ્વારા સમજાવવામાં આવતા ઘરકંકાસ થાળે પડ્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!