BHUJGUJARATKUTCH

KUTCH : ધોરડો ખાતે રણોત્સવમાં બહારના લોકોને ટેન્ટની મંજુરી અપાતા સ્થાનિકોમાં રોષ

કચ્છ : તા.01 January 2024
રિપોર્ટ : બિમલ માંકડ – પ્રતીક જોશી
◾️વડાપ્રધાન નરેન્દ્ર મોદી નું સૂત્ર ‘લોકલ ફોર વોકલ’ની વિપરીત અસર પડતા તંત્ર સમક્ષ લેખિત રજુઆત કરાઈ
કચ્છનું સફેદ રણ ધોરડો દેશવિદેશના નકશામાં પર્યટક સ્થાન તરીકે નામના પ્રાપ્ત કરી ચૂક્યું છે. દેશ સહિતના અસંખ્ય સહેલાણીઓ સફેદ રણની મુલાકાતે આવી રહ્યાં છે તે સમયે કડકડતી ઠંડી વચ્ચે કેટલાય પ્રવાસીઓને સ્થાનિકે રોકાવાની જગ્યા ન મળતા હાલાકી ઉભી થવાના અસંખ્ય દાખલાઓ સાંભળવા મળ્યા છે. તેને જોઈને સરકાર દ્વારા બન્ની બહારની ખાનગી એજન્સીને ટેન્ટસીટીને વધારવા મંજૂરી આપવામાં આવી છે. જેને લઈને સ્થાનિકના લોકોની રોજગારી છીનવાઈ જવાની દહેશત વચ્ચે સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ બન્ની ના પ્રમુખ અમીરઅલી મુતવાએ પ્રાંત અધિકારી અને ગ્રામ્ય મામલતદાર ને સંબોધીને લેખિતમાં ધ્યાન દોરવામાં આવ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સૂત્ર ‘લોકલ ફોર વોકલ’ને સાર્થક કરવાને બદલે તેનો છેદ ઉડાળવામાં આવી રહ્યો છે. સ્થાનિક નાગરિકો આ ચાર મહિનાના સમયમાં પ્રવાસીઓને રહેવાની સગવડ આપીને રોજગારી મેળવે છે.
છેલ્લા દસ વર્ષમાં પર્યટન ક્ષેત્રે સરકારે ધોરડોને ખુબજ વિકસાવ્યું છે. હાલ ભુજ શહેરના કેટલાક રાજકીયવગ ધરાવતા લોકો દ્વારા ૨૦૦ જેટલા વધારાના ટેન્ટ ઉભા કરાયા અને તેને મંજૂરી આપીને સ્થાનિકોને બેરોજગાર કર્યા હોવાની ફરિયાદ તંત્ર સમક્ષ કરાઈ છે. આ બાબતે સ્થાનિકોને પૂરતા પ્રમાણમાં રોજગારી મળી રહે અને સ્થાનિકોના પરિવારોનું ગુજરાન ચાલી શકે તે ઉદેશયને જોઈને નરેન્દ્ર મોદીના ‘લોકલ ફોર વોકલ’ સૂત્રને પ્રાધાન્ય અપાય તેવી ખાવડા,ધોરડી,બન્ની અને ગોરેવલી ગામના સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!