PANCHMAHAL

શહેરા એપીએમસીના ચેરમેન અને વાઇસ ચેરમેન બિન હરીફ

રિપોર્ટર નિલેશ દરજી શહેરા

16/07/2023

પંચમહાલ જિલ્લાના શહેરા એપીએમસીમાં ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીનો પંચમ લહેરાયો એપીએમસીનના સભ્યો દ્વારા બિનહરીફ ચેરમેન અને વાઈસ ચેરમેનની વરણી કરવામાં આવી.અઢી વર્ષ પૂર્ણ થતા ચેરમેન અને અને વાઈસ ચેરમેન ની ચુંટણી યોજાઈ હતી જેમાં વાઈસ ચેરમેન યથાવત રખાયા.પંચમહાલ જિલ્લાની શહેરા એપીએમસીના ચેરમેન અને વાઈસ ચેરમેનના વહીવટીને અઢી વર્ષની સમય મર્યાદા પૂર્ણ થતાં શનિવારના રોજ શહેરા એપીએમસીના સભાખંડમાં ચૂંટણી અધિકારી અને જિલ્લા રજીસ્ટ્રાર ગૌરાંગ ગરાસીયાની અધ્યક્ષતામાં તેમજ શહેરા તાલુકા ભાજપ પ્રભારી પરેશભાઈ ચૌહાણની ઉપસ્થિતીમાં એપીએમસીના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ હતી,જેમાં શહેરા એપીએમસીના ચેરમેન તરીકે પ્રભાતભાઈ દલસુખભાઈ પટેલીયા જ્યારે વાઈસ ચેરમેન પદે જશુભાઈ પટેલની સર્વાનુમતે બિનવરણી કરવામાં આવી હતી,ખેડૂત વિભાગમાંથી ચૂંટાયેલા પ્રતિનિધીને શહેરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન પદે બિનહરીફ વરણી કરાઈ હોવાની સાથે વેપારી વિભાગમાંથી ચૂંટાયેલા પ્રતિનિધીને વાઈસ ચેરમેન પદે પુનઃ વરણી કરવામાં આવી છે,શહેરા એપીએમસીમાં ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાતા ભાજપ હોદ્દેદારો, કાર્યકરો તેમજ સમર્થકોમાં આનંદની લાગણી પ્રસરી હતી અને તમામ ડિરેક્ટરોએ બિનહરીફ વરણી થયેલા ચેરમેન અને વાઈસ ચેરમેનને ફૂલહાર પહેરાવી મોં મોઠું કરાવી વધાવી લીધા હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!