NEET-UGનું ફાઈનલ રીઝલ્ટ જાહેર, ચાર લાખ ઉમેદવારોના રેન્ક બદલાયા
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ 18 જુલાઈના રોજ નીટ કેસ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન મળેલી સૂચનાઓને અનુસરીને આજે નીટ-યુજી 2024નું ફાઈનલ પરિણામ જાહેર કર્યું છે. નવા સુધારેલા પરિણામ બાદ લગભગ ચાર લાખ ઉમેદવારોની રેંક બદલવામાં આવી છે. ફીજિક્સના એક અસ્પષ્ટ પ્રશ્ન અંગે સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યા બાદ મેરિટ લિસ્ટમાં ફેરફાર કરવાની જરૂર પડી હતી. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને 23 જુલાઈએ જાહેર કર્યું હતું કે, ફેરફાર કરેલું પરિણામ બે દિવસની અંદર જાહેર કરવામાં આવશે. ઉમેદવારો આ પરિણામ ઓફિશીયલ વેબસાઇટ exams.nta.ac.in/NEET ની પરથી તેમના સુધારેલા સ્કોર કાર્ડને ડાઉનલોડ કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ચાર જૂને જાહેર કરવામાં આવેલા પરિણામમાં 67 વિદ્યાર્થીઓએ ટોપ રેન્ક મેળવ્યું હતું. જોકે IIT-દિલ્હીની નિષ્ણાત સમિતિના આધારે સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં વિવાદિત પ્રશ્ન માટે માત્ર એક જ સાચો વિકલ્પ સ્વીકારવાનો આદેશ આપ્યો હતો. આ ફેરફાર લગભગ 4.2 લાખ વિદ્યાર્થીઓના માર્ક્સ પર અસર કરશે, જેમણે પહેલાથી જ સ્વીકૃત જવાબ પસંદ કર્યા હતા, આનાથી ટોપ સ્કોરરની સંખ્યા 61થી ઘટાડીને અંદાજિત 17 સુધી પહોંચી ગઈ છે.
NEET-UGનું ફેરફાર કરેલું સ્કોરકાર્ડ-2024 આવી રીતે જુઓ
સ્ટેપ 1 – સૌથી પહેલા એનટીએની સત્તાવાર વેબસાઈટ exam.nta.ac.in/NEET પર જાવ.
સ્ટેપ 2 – ‘NEET-UG Revised Score Card’ માટે લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3 – અહીં તમારું લૉગિન ક્રેડેન્શિયલ દાખલ કરો અને સબમિટ કરો.
સ્ટેપ 4 – હવે સ્ક્રીન પર સુધારેલું જાહેરક રાયેલું સ્કોરકાર્ડ જુઓ.
સ્પેપ 5 – ભવિષ્ય માટે એક કોપી ડાઉનલોડ કરો અને તેને સુરક્ષિત રાખી મુકો.
ઉલ્લેખનીય છે કે, NEET-UGનું સુધારેલું સ્કોરકાર્ડ-2024 જાહેર થયા બાદ કાઉન્સલિંગ પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. સુધારેલા સ્કોર કાર્ડના જાહેર થયા બાદ મેડિકલ કાઉન્સેલિંગ કમિટી (MCC) NEET-UG કાઉન્સેલિંગ માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરશે. આ પ્રક્રિયા સમગ્ર દેશમાં MBBS અને BDS કાર્યક્રમોમાં પ્રવેશ નક્કી કરે છે. નોંધણી દરમિયાન ઉમેદવારો પસંદગી-ફાઈલિંગના તબક્કે કોલેજો અને અભ્યાસક્રમો માટે તેમની પસંદગીઓ પસંદ કરી શકે છે.