JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

જૂનાગઢ શહેરમાં સિંહના માસ્ક સાથે મતદાન જાગૃતિ નો સંદેશો આપવામાં આવ્યો

જૂનાગઢ,તા.૨૯ આગામી લોકસભા ચૂંટણી સંદર્ભે જૂનાગઢના વિવિધ વોર્ડોમાં આંગણવાડીના બહેનો તથા બાળકોના વાલીઓ દ્વારા મતદાર જાગૃતિ રેલી યોજવામાં આવી હતી. 

આ રેલીમાં આંગણવાડીના બહેનો તથા બાળકોના વાલીઓ દ્વારા સેવ ધ ડેટ મતદાન તા. ૭ મે સાથેના સિંહના માસ્ક સાથે મતદાન જાગૃતિનો સંદેશો નાગરીકોને આપવામાં આવ્યો હતો.  શહેરના મુખ્ય વિસ્તારોમાં લોકો વધુને વધુ મતદાન પ્રત્યે જાગૃત થાય એ માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મતદાન જાગૃતી અર્થે યોજાયેલી રેલીમાં આંગણવાડી બહેનોબાળકો અને તેમના વાલીઓ ઉત્સાહભેર  જોડાયા હતા. ઉલ્લેખનીય છે કેદેશ – વિદેશમાં આગવી ઓળખ ધરાવતા  એશીયાટીક સીંહની  આ માસ્ક સાથે યોજાયેલી  રેલી શહેરમાં  આકર્ષણનું કેન્દ્ર બની હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!