GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લાનાં ખડસૂપા બોડિંગ ખાતે તાલુકા કક્ષાનો કૃષિ મેળો મિલેટ્સ પ્રદર્શન યોજાયું

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
યુનાઈટેડ નેશન્સ દ્વારા વર્ષ-૨૦૨૩ને આંતરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે લોકોમાં મિલેટ્સ પાકોના ન્યુટ્રીશનલ વેલ્યુ અંગેના જાગૃતિ અભિયાન હેઠળ જિલ્લા પંચાયત ખેતીવાડી શાખાના ઉપક્રમે ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને નવસારી પૂર્વ વિભાગ કોળી સમાજ વિકાસ ટ્રસ્ટ ખડસુપા બોર્ડિંગ ખાતે નવસારી તાલુકા કક્ષાનો કૃષિ મેળો મિલેટ્સ પ્રદર્શન યોજાયું હતું.. મિલેટ્સના મૂલ્યવર્ધન, પોષણ અને આરોગ્યમાં ધાન્ય પાકોના મહત્વ અંગે નિષ્ણાંતો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન અપાયું હતું. કાર્યક્રમમાં કૃષિ વિભાગની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, આપણા પરંપરાગત ધાન એવા બાજરી, જુવાર, રાગી, મકાઈને વિશ્વના દેશો પણ અપનાવે તેવી વડાપ્રધાનશ્રીની નેમ અને પ્રેરણાના કારણે યુનાઈટેડ નેશન્સ દ્વારા વર્ષ ૨૦૨૩ ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષરૂપે ઉજવવામાં આવી રહ્યું છે. ખેતી ખર્ચ ઘટાડી, પ્રગતિશીલ અને આધુનિક ખેતપદ્ધતિ અપનાવીને ખેડૂતો મિલેટસનું વાવેતર કરી બમણી આવક મેળવી શકે છે. ઓછા ખર્ચે, ઓછા પાણીએ અને પ્રતિકૂળ આબોહવામાં પાકતા હોવાથી મિલેટ્સ પાકો ખેડૂતોને નાણાકીય ખર્ચમાંથી બચાવે છે, અને બમણી આવકનો સ્ત્રોત બને છે. શ્રી દેસાઈએ જણાવ્યું કે, સદીઓથી મિલેટ પાકો આપણા આહારનો અભિન્ન ભાગ રહ્યા છે. અગણિત સ્વાસ્થ્યવર્ધક લાભો ઉપરાંત મિલેટ ઓછાં પાણી અને ઓછા ઈનપુટની જરૂરિયાત સાથે જમીન સુધારણા અને પર્યાવરણ માટે પણ લાભકારક છે. મિલેટ વર્ષની ઉજવણીથી લોકોમાં મિલેટ્સ પ્રત્યે જાગૃતિ આવી રહી છે. આજના સમયમાં બદલાતી જીવનશૈલીમાં થતા રોગો સામે રક્ષણ પૂરું પાડી શરીરના સંતુલિત વિકાસમાં મિલેટ્સ ખૂબ મદદરૂપ થાય છે.

મિલેટ્સ એટલે કે બાજરી, જુવાર, જવ, રાગી, કોદરા, નાગલી, રાજગરો વગેરે જાડા ધાન અનેક પોષકતત્વોથી ભરપૂર અને શક્તિદાયક છે.

આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રી પ્રતિભાબેન આહિર, જિલ્લા પંચાયતના સદસ્યો શ્રી વિનોદભાઈ  પટેલ, શ્રી દર્શના બેન પટેલ, અગ્રણીઓ શ્રી મુકેશ ભાઈ પટેલ, શ્રી સંજયભાઈ પટેલ, શ્રી ગીતાબેન પટેલ, શ્રી વિનોદભાઈ પટેલ,  કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિકો, ખેતીવાડી શાખાના અધિકારીઓ સહિત ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!