JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ ખાતે સરસ મેળો-૨૦૨૪નો શુભારંભ કરાવતા જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર

જૂનાગઢવાસીઓ ૧૦ દિવસીય સરસ મેળામાં લાઈવ ફૂડની પણ મજા માણી શકશે

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ગ્રામીણ વિસ્તારની બહેનોને આર્થિક રીતે પગભર અને સશક્ત કરવા માટેનો માધ્યમ બનેલા એવા સરસ મેળા-૨૦૨૪ને જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમરે ખુલ્લો મુક્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ ઉપસ્થિત રહી સખી મંડળની બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા.
જૂનાગઢ સ્થિત એ.જી.સ્કૂલના ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ સરસ મેળામાં ગ્રામીણ વિસ્તારની સ્વ સહાય જૂથો એટલે કે સખી મંડળની બહેનો દ્વારા હાથ બનાવટ સહિતની વિવિધ કલાત્મક ચીજ વસ્તુઓ ઉપરાંત ગાય આધારિત અને આયુર્વેદિક પ્રોડક્ટસનું વેચાણ સહ પ્રદર્શન રાખવામાં આવ્યું છે. આ માટે રાજ્યભરમાંથી આવેલા સખીમંડળની બહેનો માટે ૫૦ જેટલા સ્ટોલ્સ કરવામાં આવ્યા છે . તે સાથે આ મેળામાં પધારતા લોકો લાઈવ ફૂડની મજા માણી શકે તે માટે પાંચ સ્ટોલ્સ રાખવામાં આવ્યા છે. જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર અને ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જાડેજાએ, આ સ્ટોલ્સની મુલાકાત કરી, સખી મંડળની બહેનો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓની જાણકારી મેળવી હતી. આ બહેનોને પગભર થવા માટે અભિનંદન આપવાની સાથે પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ જણાવ્યુ કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ બહેનોને આર્થિક રીતે પગભર અને સશક્ત બનાવવા માટે જે અભિયાનો યોજનાઓ શરૂ કરી હતી. તેને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આગળ ધપાવી રહ્યા છે. આ સરસ મેળા જેવા આયોજનથી મહિલાઓનું આર્થિક રીતે સશક્તિકરણ થઈ રહ્યું છે. તેમણે જૂનાગઢ અને આસપાસના વિસ્તારના લોકોને તા.૧૯ માર્ચ સુધી ચાલનાર આ મેળાનો લાભ લેવા માટેનો અનુરોધ કરતા કહ્યુ કે, સખી મંડળની આ મહિલાઓ કમાણી કરી રહી છે. તેનાથી લોકોને પ્રેરણા મળવાની સાથે નવું શીખવા મળશે, આ બહેનોનો પણ ઉત્સાહ વધશે.
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત મહિલા સ્વ સહાય જૂથો દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી કલાત્મક વિવિધ વસ્તુઓના વેચાણ દ્વારા સખી મંડળના બહેનોને બજાર વ્યવસ્થા પૂરી પાડી તેમને સશક્તિકરણ કરવાના સાથે આશય સાથે આ પ્રદર્શન સહ વેચાણ હેતુથી સરસ મેળાનું આયોજન કરવામાં આવે છે.
ભારત સરકારના ગ્રામીણ વિકાસ અને ગુજરાત સરકારના ગ્રામ વિકાસ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે ગુજરાત લાઈવલીવૂડ પ્રમોશન કંપની લિ. દ્વારા આયોજિત આ સરસ મેળાના શુભારંભ પ્રસંગે જિલ્લા લાઈવલીવૂડ મેનેજર કિરણ વ્યાસ, અર્જુનભાઈ આહિર, રાજેશભાઈ ડાભી સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ-કર્મચારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!