AHAVADANG

*વઘઇ તાલુકાના ડુંગરડા-ભેંસકાત્રી રોડને જોડતા ખાપરી અને પૂર્ણા રિવર બ્રિજ વધુ ૬૦ દિવસો માટે ભારે વાહનો માટે બંધ કરાયો :* – (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૪: વઘઇ તાલુકાના ડુંગરડા-ભેંસકાત્રી રોડ ઉપર આવતી ખાપરી અને પૂર્ણા નદી ઉપરનો બ્રિજ જર્જરીત હાલતમાં હોવાથી ૧ વર્ષ માટે ભારે વાહનો માટે બંધ કરવાના મળેલા અભિપ્રાય અનુસાર, આ બ્રિજ વધુ ૬૦ દિવસ માટે બંધ કરાયો છે. ડાંગ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજની સ્ટેબિલિટી ચેક કરતા બ્રિજ ક્રિટીકલ કન્ડીશનમા જણાતા આ બ્રિજ ૧૦ મેટ્રિક ટનથી વધુના ભારે વાહનો માટે બંધ કરવામા આવ્યો છે. આ અંગેના જારી કરાયેલા એક જાહેરનામા અનુસાર, હાલ સદર બ્રિજ રીપેરીંગ માટેની કામગીરી પ્રક્રિયા હેઠળ છે. ભારે વાહનો માટે બ્રિજ બંધ કરાતા વઘઇ–પીંપરી-કાલીબેલ-ભેસકાત્રી રોડનો વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગ કરવા જણાવાયુ છે. આ બાબતે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ મુજબ ડાંગ જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી બી. બી. ચૌધરી દ્વારા જાહેરનામુ બહાર પાડવામા આવ્યુ છે. આ જાહેરનામાનો ભંગ કરનારને ભારતીય દંડ સંહિતા, ૧૮૬૦ ની કલમ-૧૮૮ મુજબ નાયબ પોલીસ અધિક્ષક થી હેડ કોન્સ્ટેબલ સુધીના પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા દંડ અને સજા કરવામા આવશે. આ જાહેરનામુ તા.૨ એપ્રિલથી ૩૧ મે ૨૦૨૪ સુધી અમલમા રહેશે. –

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

વઘઇ તાલુકાના ડુંગરડા-ભેંસકાત્રી રોડ ઉપર આવતી ખાપરી અને પૂર્ણા નદી ઉપરનો બ્રિજ જર્જરીત હાલતમાં હોવાથી ૧ વર્ષ માટે ભારે વાહનો માટે બંધ કરવાના મળેલા અભિપ્રાય અનુસાર, આ બ્રિજ વધુ ૬૦ દિવસ માટે બંધ કરાયો છે.

ડાંગ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજની સ્ટેબિલિટી ચેક કરતા બ્રિજ ક્રિટીકલ કન્ડીશનમા જણાતા આ બ્રિજ ૧૦ મેટ્રિક ટનથી વધુના ભારે વાહનો માટે બંધ કરવામા આવ્યો છે. આ અંગેના જારી કરાયેલા એક જાહેરનામા અનુસાર, હાલ સદર બ્રિજ રીપેરીંગ માટેની કામગીરી પ્રક્રિયા હેઠળ છે.

ભારે વાહનો માટે બ્રિજ બંધ કરાતા વઘઇ–પીંપરી-કાલીબેલ-ભેસકાત્રી રોડનો વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગ કરવા જણાવાયુ છે.

આ બાબતે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ મુજબ ડાંગ જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી બી. બી. ચૌધરી દ્વારા જાહેરનામુ બહાર પાડવામા આવ્યુ છે.

આ જાહેરનામાનો ભંગ કરનારને ભારતીય દંડ સંહિતા, ૧૮૬૦ ની કલમ-૧૮૮ મુજબ નાયબ પોલીસ અધિક્ષક થી હેડ કોન્સ્ટેબલ સુધીના પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા દંડ અને સજા કરવામા આવશે.

આ જાહેરનામુ તા.૨ એપ્રિલથી ૩૧ મે ૨૦૨૪ સુધી અમલમા રહેશે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!