SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર બોટાદ મોરબી સહિત જિલ્લાની ફેક્ટરીઓમાં ચોરી કરતી ચડ્ડી બનીયાનધારી ગેંગના પાંચ શખ્સો ઝડપાયા.

તા.05/07/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

પાંચ ઈસમો પાસેથી રોકડા રૂ.2,20,000 તથા મોબાઇલ ફોન નં 3 કિ.રૂ.15,000 મળી કુલ રૂ.2,35,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો.

સુરેન્દ્રનગર જિલ્લામાં તેમજ આજુબાજુના જિલ્લામાં ચડ્ડી બનીયાનધારી ગેંગ દ્વારા રાત્રિના સમયે જે જે કારખાનાઓમાં ચોરીઓના ગુનાઓને અંજામ આપેલ તે તમામ ગુનાના એમ.ઓ.નો અભ્યાસ કરી તેમજ નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના સીસીટીવી ફૂટેજો તપસી ટેકનિકલ સોર્સ તથા હ્યુમન સોસૅથી ઊંડાણપૂર્વક તપાસ આરંભલે દરમ્યાન તપાસ ટીમ દ્વારા અંગત બાદમેદારોથી જોરાવર નગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર જે જાડેજા તથા એલસીબી પીઆઇ વી વી ત્રિવેદી, ઘનશ્યામભાઈ, વિજયસિંહ, ડાયાલાલ તથા પો.હે.કો અનિરુદ્ધસિંહ તથા મીતભાઈ સહિત ટીમને મળેલ ચોક્કસ બાતમી આધારે સુરેન્દ્રનગર ધોળી ધજા ડેમની પાછળની નીચે અવાવરું જગ્યામાંથી પાંચ ઈસમો, સોબનભાઈ મોજીભાઈ બારીયા,મંડી ઉર્ફે વીરસિંહ ભાવસિંગભાઈ પલાસ, પપ્પુ ભાવસિંગભાઈ પલાસ, ગજાનંન માનસિંગભાઈ બારીયા, મુકેશભાઈ મલસિંગ રાઠોડ, તથા એક આરોપી હાજર મળી ન આવતા ભાદર હાઉસિંગભાઈ ભાભોર રહે બધા ગરબાડા જી. દાહોદ વાળાઓને ચોરી કે છળકપટથી મેળવેલ રોકડા રૂ.2,20,000 તથા મોબાઇલ નંગ 3 રૂ.15,000 એમ કુલ મળીને રૂ.2,35,000 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેઓની સધન પૂછપરછ હાથ ધરી તેઓએ છેલ્લા બે વર્ષથી સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, તથા રાજકોટ જિલ્લામાં આવેલ અલગ અલગ ફેક્ટરીઓમાં કુલ 58 ચોરીઓ કરેલાની તથા ચોરીઓ કરતી વખતે પોતે તમામ શર્ટ કાઢી માથે બાંધી દેવાનો તથા પેન્ટ કાઢી કેડે બાંધી દઈ તેમાં પથ્થરો ભરી ચડ્ડી તથા બનીયાન પહેરેલ હાલતમાં ચોરીના ગુનાને અંજામ આપતા હોવાની કબુલાત આપતા મજકુર આરોપીઓ દિવસ દરમિયાન આટા ફેરા કરી કારખાના વાળી જગ્યા તથા આવક જાવકના રસ્તાઓ જોઈ રાત્રિના તે કારખાનાની નજીક જગ્યાએ રોકાઈ મોડી રાત્રીના બાર એક વાગ્યાના અરસામાં નીકળી દિવસે ટાર્ગેટ નક્કી કરે તે જગ્યાએ ચોરી કરી મુદ્દા માલ સાથે અગાઉ રોકાયેલ જગ્યાએ રોકાઈ ચોરીમાં મળેલ માલનો ભાગ પાડી વહેલી સવારના તે જગ્યા છોડી પોતાના રહેણાંકના સરનામે જતા રહી ગુનાઓ આચરતા જોરાવરનગર પોલીસ દ્વારા અટક કરી જોરાવનગર પોલીસ સ્ટેશન ખાતેથી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Back to top button
error: Content is protected !!