DANG

નવસારી: પ્રાકૃતિક ખેતી થકી વર્ષે ત્રણ થી ચાર લાખની આવક મેળવે છે ખેરગામનાં વાવ ગામનાં રેખાબેન પટેલ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી

આત્મા પ્રોજેકટમાં જોડાઇ વૈજ્ઞાનિક ઢબે પ્રાકૃતિક તાલીમ મેળવી પરિવાર પગભર થયો.
નવસારી જિલ્લામાં ખેડૂતો હવે રાસાયણિક ખાતર નો ઉપયોગ છોડી હવે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. ખેતી સાથે પુરક વ્યવસાય તરીકે પશુપાલન પણ અગત્યનો સ્ત્રોત છે. તો વાત કરીએ નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાની વાવ ગામની રેખાબેન પટેલની. …
ખેરગામ તાલુકાની રેખાબેન રાજેન્દ્રભાઇ પટેલ સુભાષ પાલેકરની તાલીમ લઇ દસ વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરે છે. રેખાબેન વિવિધ સંસ્થા સાથે મુલાકાત લઇ માહિતી મેળવી, વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવાના હેતુ સાથે આત્મા પ્રોજેકટમાં જોડાઇ. રેખાબેને તાલીમ લઇ પોતાના ખેતરમાં શેરડી, આંબા, હળદર, સુરણ, રતાળુ કંદ જેવા વિવિધ પાકો થકી સારી આવક મેળવે છે.
રેખાબેન પટેલ અગાઉ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરી ખેતી કરતા હતાં. પરંતુ તેમા ખર્ચ વધુ અને આવક ઓછી મળતી હતી. જેથી તેઓ આત્મા પ્રોજેકટ, ખેતીવાડી વિભાગ, બાગાયત વિભાગની મુલાકાત લઇ તેઓના માર્ગદર્શનથી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા. જેનાથી તેનો ખર્ચ પણ ઘટયો અને ઉત્પાદનમાં વધારો સાથે પાકોની કવોલટીમાં પણ સુધારો થયો છે તેમ જણાવ્યું હતું. તેઓએ પ્રાકૃતિક ખેતી કરવા ત્રણ જેટલી સારી જાતની ગાયો રાખી તેની માવજત કરે છે.
રેખાબેન પટેલ આજે રાજય સરકારશ્રીની બાગાયત વિભાગ, આત્મા પ્રોજેકટ, ખેતીવાડી વિભાગ દ્વારા મળતી વિવિધ સહાયનો લાભ લઇ પ્રાકૃતિક ખેતી કરી વર્ષે ત્રણ થી ચાર લાખ જેટલી આવક મળવાથી તેમનો પરિવાર આજે પગભર થયો છે.

Back to top button
error: Content is protected !!