GODHARAPANCHMAHAL

ગોધરાની શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ સતત ત્રીજી વખત ચૂંટણી માટેના શ્રેષ્ઠ પ્રયાસો અંગેનો બેસ્ટ એવોર્ડ મેળવ્યો

વાત્સલ્ય સમાચાર

વિપુલ દરજી ગોધરા

કલેકટર શ્રી દ્વારા વિદ્યાર્થી અને એનએસએસ પ્રોગ્રામ ઓફિસરને સન્માનિત કરાયા

 

આજરોજ તારીખ 25 મી જાન્યુઆરી 2023 ના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસના અનુસંધાને પંચમહાલ જિલ્લાના ગોધરાના બીઆરજેએફ ભવન ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી થઈ હતી જેમાં બેસ્ટ બીએલઓ યારો ઉપરાંત શ્રેષ્ઠ ચૂંટણી માટેની કામગીરી કરનારા સર્વેને સન્માનિત કરાયા હતા જેમાં જિલ્લાના બેસ્ટ કેમ્પસ એમ્બેસેડર તરીકે શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ગોધરાના વિદ્યાર્થી નિતેશ બી વિનોદ ને એવોર્ડ એનાયત થયો હતો. જ્યારે બેસ્ટ ઇલેક્ટોરલ લીટરસી ક્લબ તરીકે ડિપાર્ટમેન્ટ ઓફ એનએસએસ, શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ગોધરાના આસિસ્ટન્ટ પ્રોફેસર અને એનએસએસ પીઓ ડો રૂપેશ એન નાકરને વર્ષ 2021-22 નો એવોર્ડ એનાયત થયો. શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ એનએસએસ વિભાગને સતત ત્રીજી વખત બેસ્ટ ELC નો જિલ્લા કક્ષાનો એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. કોલેજના આચાર્યશ્રી ડો એમ બી પટેલે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી ઉપરાંત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલ સચિવ શ્રી ડો અનિલ સોલંકી સાહેબ, મીડિયા કન્વીનર ડો અજય સોની સાહેબ સહિતના મહાનુભાવોએ શુભેચ્છાઓ પાઠવી હતી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!