SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

દૂધ‌ઈ ગામે વિકાસનાં કામો અવિરતપણે ચાલુ રાખતાં મહિલા સરપંચ

તા.02/01/2023/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

મુળી તાલુકાનાં દુધઈ ગામે સરપંચ પદે દલિત મહિલા એવાં ડાહીબેન ઝાલા ચુંટાઈ આવેલ ત્યારથી અવિરતપણે દુધઈમાં વિકાસનાં કામો ચાલી રહ્યાં છે તેમ ગ્રામજનોએ જણાવ્યું હતું કે આખી પંચાયત બોડી મુખ્યત્વે મહિલા સરપંચ અને સભ્યોની છે જેમા ઉપ સરપંચ તરીકે સોનાબેન રબારી સહિત તમામ મહિલાઓ સાથે મળી વિકાસનાં કામો કરી રહ્યા છે તેમાં પાણી માટે ઘર ઘર નલ અંતર્ગત વાસ્મો યોજના હેઠળ અંદાજે 28 લાખનું કામ કરવામાં આવેલ અને દરેક ઘર સુધી નળ કનેકશન દ્વારા શુધ્ધ નર્મદાનું પાણી સુવ્યવસ્થિત આયોજન પૂર્વક વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે દલીત વાસમાં મુખ્ય રસ્તાઓ પર બ્લોકની કામગીરી પુર્ણ થયેલ છે જ્યારે સતવારા પરા વિસ્તારમાં હાલમાં બ્લોક કામગીરી ચાલી રહી છે જ્યારે દુધઈ પ્રાથમિક શાળામાં બાળકોને શુધ્ધ પાણી માટે આશરે ત્રણ લાખનાં ખર્ચે આર.ઓ.પ્લાન્ટ પંચાયત દ્વારા શાળાના બાળકો માટે ભેટ આપવામાં આવેલ છે સાથે સાથે સ્ટ્રીટ લાઈટની સેવા આપી છે હાલ મહિલાઓ દ્વારા સંચાલિત દુધઈ પંચાયત તાલુકા માં મોખરે વિકાસનાં કામો ધપાવી રહી છે એક મહિલા સાથે મહિલાઓ જોડાઈને વિકાસ કામો કેવી રીતે કરી શકે તે ઉદાહરણ દુધઈ જોવા મળે છે તેમ સગરામભાઈ રબારીએ જણાવ્યું હતું.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Back to top button
error: Content is protected !!