ગોધરા ખાતે “વિદેશી શિક્ષણ અને કારકિર્દી અવસરો” વિષયક માર્ગદર્શન સત્ર યોજાયો
ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
ગોધરા ખાતે કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજ (CAET), આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા “વિદેશી શિક્ષણ અને કારકિર્દી અવસરો” વિષયક માર્ગદર્શન સત્ર યોજાયો હતો.
સત્રની શરૂઆત ડૉ.સુબ્બૈયાહ દ્વારા વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે કૃષિ શિક્ષણના અવસરો વિષે માહિતગાર કર્યા હતા. શ્રી નિરવ પટેલે વિદેશમાં ઉચ્ચ એજ્યુકેશન માટે જરૂરી લાયકાત, પ્રવેશ પરીક્ષાઓ અને કારકિર્દી અને જર્મની, ઓસ્ટ્રેલિયા, ઇટલી, ન્યુઝીલેન્ડ, યુકે અને યુએસએ દેશોમાં આવેલ ટોચની યુનિવર્સિટીઓમાં કૃષિ ક્ષેત્રે પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમો વિશે માહિતી આપી હતી. તેમજ જર્મનીમાં ટ્યુશન ફી ફ્રી (મફત) શિક્ષણની યોજના પર ભાર આપ્યો હતો. તેમણે વિદેશી શિક્ષણ માટે જરૂરી અંગ્રેજી કૌશલ્ય પરીક્ષાઓ વિશે પણ માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓએ વિઝા પ્રક્રિયા, પાર્ટ ટાઇમ નોકરી અને અભ્યાસ પછીની નોકરીની તકો અંગે અનેક પ્રશ્નો કર્યા, જેમાં નિષ્ણાતોએ સચોટ માહિતી આપી હતી. અંતે ડૉ.શ્રવણકુમાર (પ્લેસ્મેંટ ઓફીસર)એ એસ.કે. અકેડેમી તથા તમામ અતિથિઓનો આભાર માન્યો હતો.
આ સત્રમાં મુખ્ય અતિથિ તરીકે પ્રિન્સિપાલ અને ડીન ડૉ.આર.સુબ્બૈયાહ, તાલીમ અને પ્લેસમેન્ટ એડ્વાઈઝર ડૉ.ડી.કે.વ્યાસ, મદદનીશ પ્રાધ્યાપક અને પ્લેસમેંટ ઓફીસર ડૉ.જે.શ્રવણકુમાર તથા એસ.કે. અકેડેમીથી શ્રી નિરવ પટેલ, શ્રી કમલેશ લાલવાણી, શ્રી શેખર અને શ્રી પ્રગ્નેશ સહિત કોલેજના બીજાથી ચોથા વર્ષના આશરે ૪૦ વિદ્યાર્થીોએ ઉપસ્થિત રહ્યા હતા.