MORBIMORBI CITY / TALUKO

MORBi:મોરબી જિલ્લામાં મતદાન મથકના ૧૦૦ મીટરની આસપાસના વિસ્તારો માટે પ્રતિબંધાત્મક હુકમ જાહેર કરાયા 

MORBi:મોરબી જિલ્લામાં મતદાન મથકના ૧૦૦ મીટરની આસપાસના વિસ્તારો માટે પ્રતિબંધાત્મક હુકમ જાહેર કરાયા

 

 

મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય/મધ્યસ્થ/પેટા ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે. જેના અનુસંધાને મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હેઠળના વિસ્તારોમાં આદર્શ આચાર સંહિતા અમલમાં મુકવામાં આવી છે.

Oplus_131072

મતદારો નિર્ભયપુર્વક અને શાંતિપુર્ણ વાતાવરણમાં મતદાન કરી શકે, મતદાનની કાર્યવાહી દરમિયાન અસામાજિક કે તોફાની તત્વો કોઈ ખલેલ પહોંચાડે નહીં, અન્ય ગેરકાયદેસરની પ્રવૃત્તિ આચરે નહીં તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી કે.બી.ઝવેરી, મોરબી દ્વારા પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

 

જેમાં જણાવ્યા અનુસાર મોરબી જિલ્લામાં ચૂંટણી હેઠળના વિસ્તારમાં આગામી તારીખ ૧૬/૦૨/૨૦૨૫ ના રોજ ચૂંટણી માટેના મતદાન મથકો તેમજ તેની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં કોઈપણ અનઅધિકૃત વ્યકિતઓ એકત્રિત થશે નહીં, મતદાન મથકમાં પ્રવેશી શકશે નહીં, વાહનો લઈ જઈ શકશે નહીં કે લાવશે નહીં. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર થશે.

 

આ જાહેરનામું ચૂંટણી તેમજ ચૂંટણીના સંચાલન અંગેની ફરજ જે અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓને સોંપવામાં આવેલ છે તે તમામ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ, મતદાન કરવા આવનાર મતદારો, ચૂંટણીમાં ઉભેલા ઉમેદવારો, ચુંટણીના હરીફ ઉમેદવારના ચૂંટણી એજન્ટ કે તેના અધિકૃત મતદાન એજન્ટ, લગ્‍નના વરધોડાને, સ્મશાન યાત્રાને, મતદાન મથક નજીક ધંધો કે રહેણાંક ધરાવતા પ્રજાજનોને તેમના મકાન/ધંધાના સ્થળે આવવા-જવા માટે, ફરજ પરના પોલીસ/એસઆરપી/હોમગાર્ડ/પેરામીલીટરી ફોર્સના અધિકારીશ્રીઓ તથા જવાનોને લાગુ પડશે નહીં.

Back to top button
error: Content is protected !!