BANASKANTHAPALANPUR

મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા એડવોકેટ મનોજ ઉપાધ્યાય ને સન્માનિત કરવામાં આવ્યા

20 જાન્યુઆરી, વાત્સલ્યમ્ દૈનિક સમાચાર, સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

દીકરી ને ન્યાય મળે એ માટે હાઈ કોર્ટે માં મફત કેસ લડનાર મનોજ ઉપાધ્યાયનીકામગીરીબિરદાવવામાં આવી હતી.બનાસકાંઠા ના ધાનેરા માં થોડા સમય અગાઉ ૧૪ વર્ષ ની દીકરી પર થયેલા બળાત્કાર ના કેસ માં દીકરી ને ન્યાય મળે એ માટે હાઇકોર્ટ ના વકીલ મનોજભાઇ ઉપાધ્યાય દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં માં નિશુલ્ક કેસ લડ્યા હતા તથા વચગાળાની ની સહાય પેટે હાઇકોર્ટ દ્વારા 5 લાખ વળતર આપવાનો હુકમ કરવામાં આવ્યો હતો તથા દીકરી ને મદદ મળે તેવા તમામ આદેશો આપવામાં આવ્યા હતા આ કેસ માં બનાસકાંઠા મહિલા અને બાળવિકાસ વિભાગ અને સખી સેન્ટર દ્વારા ખુબ જ દીકરી ને ન્યાય મળે એ માટે ખુબ બધા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા તથા હાઇકોર્ટ માં વકીલ મનોજ ઉપાધ્યાય મારફતે પિટિશન દાખલ કરવામાં આવી હતી જે બાદ હાઇકોર્ટ દ્વારા દીકરી ની મેડિકલ સ્થિતિ ને ધ્યાન માં રાખી ને હુકમ કરવામાં આવ્યો હતો તથા ગુજરાત હાઇકોર્ટ દ્વારા દીકરી ના સ્વાસ્થ્ય બાબતે ખુબ જ બારીકાઇ થી માહિતી મેળવી સંભાળ લેવા માં આવી હતી જે બાદ દીકરીએ સ્વસ્થ બાળક ને જન્મ આપ્યો હતો આ સમગ્ર કેસ માં દીકરી માટે મફત કેસ લડનાર પાલનપુર ના સામાજિક કાર્યકર્તા અને હાઇકોર્ટનાવકીલમનોજભાઇ ઉપાધ્યાય ખુબ જ સક્રિય ભૂમિકા ભજવી હતી તથા દીકરી ને ન્યાય મળે એ માટે સતત પ્રયત્નશીલ રહી પ્રયાસો કરેલા એડવોકેટ મનોજ ઉપાધ્યાય ના આવા મહિલા લક્ષી કાર્યો ની નોધ લઈ મહિલા અને બાળવિકાસ વિભાગ બનાસકાંઠા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.દીકરીઓ ને ન્યાય માટે હંમેશ પ્રયત્નશીલ રહીશ એમ મનોજ ઉપાધ્યાયે જણાવ્યું હતું.હાઇકોર્ટ માં મફત કેસ લડનાર મનોજ ઉપાધ્યાય જણાવ્યું હતું કે દીકરી ને ન્યાય મળે એ જ મોટી ફિસ હોય છે મારે પણ એક દીકરી છે મારી દીકરી માં હું તમામ દીકરી ને જોઉં છું આવા કાર્યો માટે હંમેશ લડતો રહીશ

Back to top button
error: Content is protected !!