HIMATNAGARSABARKANTHA

સાબરકાંઠા દસ પરગણા રબારી સમાજ દ્વારા મહિલા જાગૃતિ શક્તિકરણ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું

સાબરકાંઠા…

દસ પરગણા રબારી સમાજ દ્વારા મહિલા જાગૃતિ શક્તિકરણ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. લગ્ન પ્રસંગે થતાં ખોટા ખર્ચ તેમજ જુનવાણી રીત-રિવાજ બંધ થયેલા ફરીવાર શરુ કરવા રબારી સમાજનાં અગ્રણીઓએ મહિલાઓને આહવાન કર્યું હતુ…

હિંમતનગર વકતાપુર ખાતે દસ ગોળ રબારી સમાજ દ્વારા મહીલા શક્તિકરણ તેમજ સમાજનાં જૂના રીત રિવાજો ફરીથી સરું કરવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આધુનિક ટેકનોલોજી યુગમાં સમાજનાં જૂના રીત રિવાજો ભૂલી લોકો એકબીજાથી ચડિયાતા શોખ કરવા ખોટા ખર્ચા કરતા હોય છે. જેમા ખાસ કરીને લગ્ન પ્રસંગે પહેલા કરતા હાલનાં સમયમાં મોંઘવારીને લીધે ખર્ચ વધ્યો છે. જે ખર્ચ વધતા ગરીબ તેમજ મધ્યમ વર્ગને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે સમાજની જુની પરંપરા મુજબ લગ્ન પ્રસંગ તેમજ રીત રિવાજો થાય તેને લઇ રબારી સમાજે મહિલાઓને આહવાન કર્યું હતું. હાલના યુગમાં લગ્નનાં એક મહિના અગાઉથી પ્રિવેડિંગ,હલ્દી જેવા ખોટા ખર્ચ વધ્યા છે. જેની અસર ગરીબ તેમજ મધ્યમ વર્ગમાં વધારે જોવા મળતી હોય છે. ત્યારે પ્રિવેડિંગ હલ્દી મહેંદી-રસમ રીંગ સેરેમણી જેવા પ્રસંગોમાં ખોટા ખર્ચ બંધ કરવામાં આવે તેમજ સમાજમાં ચાલી આવતી જુની પરંપરા ફરીવાર જીવિત થાય તેને લઇ સમાજનાં આગેવાનોએ મહિલાઓને ખુલ્લા મંચ પરથી આહ્વાન કર્યું હતું…

 

રિપોર્ટર:- જયંતિ પરમાર સાબરકાંઠા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!