BHARUCHBHARUCH CITY / TALUKO

નણંદ ભાભીના ઝગડામાં સુખદ સમાધાન કરાવતી અભયમ્ ટીમ ભરૂચ

 

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના એક ગામમાં નણંદ ભાભીના ઝઘડામાં આત્મહત્યા કરવાની ધમકી આપી પરિવારના તમામ સભ્યના નામ સુસાઇડમા નોટ લખીને મરી જવાની ધમકી આપતી મહિલા ને સમજાવવા માટે નણંદે ૧૮૧ અભયમની મદદ માગી હતી.

મહિલા થોડા દિવસ પહેલા પિયરમા રહી સાસરીમાં ફરતા એજ દિવસે નણંદ ભાભીના વચ્ચે બાળકને લઈને માથાકૂટ થઈ હતી. મહિલાની તબિયત ખરાબ હોવાને કારણે તેઓ બેડ પર દવા લઈ આરામ કરતાં હતા. ભાભીએ પિયરમાંથી પરત આવી મહિલાની બાજુમાં બાળકને સુવડાવી દિધેલ મહિલા બિમાર હોવાને કારણે બાળકને હાથમાં લીધું નહીં, એ જ વાત પર મહિલાના ભાભી એ બોલવાનું ચાલુ કરેલ એતો મહારાણી છે, મારા બાળકને ના ઉપાડે મને કે મારા બાળકો પ્રત્યે કોઈ ને પ્રેમ નહિ એમ કહીને મહિલાએ અપશબ્દ બોલી મેણા ટોણા મારવાનું ચાલું કર્યુ હતું. મહિલાના ભાઈને ખબર કે બેનની તબિયત ખરાબ છે. તેથી તેઓ બેની સાઈડ લેતા મહિલાએ મરી જવાની ધમકી આપી અને સુસાઈડ નોટમાં બધા સભ્યના નામ લખવાની ધમકી આપી હતી.

 

૧૮૧ અભયમ્ ટીમ ધટના સ્થળે પહોંચી કાઉન્સિલીગ કરતાં જાણવા મળ્યું કે મહિલા થોડા દિવસથી પિયરમાં હતાં તેમના પતિ એ આટલા દિવસ પિયરમાં પત્ની ને કોલ કે મેસેજ ના કર્યો અને મહિલા ને પિયરમાં પાછા લેવા પણ ના ગયા તેથી મહિલા ઉગ્ર સ્વભાવના બની મરી જવાની ધમકી આપી હતી. અભયમ્ દ્વારા બંને મહિલાને પરિવારનુ વેલ્યુ સમજાવી કાયદાકીય સમજ આપી નણંદ ભાભીના ઝઘડામાં સુખદ સમાધાન કરાવવામાં આવ્યું હતું.

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!