BANASKANTHAGUJARATPALANPUR

યુવા મહોત્સવ કલ્પવૃક્ષ નું આયોજન પાટણ ઉ.ગુ. યુનિવર્સિટી ખાતે કરવામાં આવેલ

14 ડિસેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા 

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે યુવા મહોત્સવ કલ્પવૃક્ષ ૨૦૨૩ નું આયોજન તારીખ ૧૧,૧૨,૧૩ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ આયોજન કરવામાં આવેલું હતું આ યુવા મહોત્સવમાં જી .ડી. મોદી કોલેજ ઓફ આર્ટ્સ, પાલનપુર કોલેજમાંથી નવ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં બી.એ. સેમ -૧નો વિદ્યાર્થી પ્રકાશ પરમાર મીમીક્રી મા પ્રથમ ક્રમે વિજેતા થયેલ છે. તથા બી.એ સેમ-૧ ની વિદ્યાર્થીની ઉન્નતિ રાવલે પોસ્ટર મેકિંગમાં તૃતીય સ્થાન મેળવી વિદ્યા સંકુલ ને તથા બનાસકાંઠા ને ગૌરવ અપાવ્યું છે. પ્રિન્સિપાલ ડૉ.એસ.જી ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ કન્વીનર,ડૉ.કલ્પના બી. ગાંવિત તથા ડૉ. ભારતીબેન સી. રાવત અને ડૉ. વિજયભાઈ પ્રજાપતિ એ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

 

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!