અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારીએ મોડાસા તાલુકાના વાણીયોદ ગામની મુલાકાત લઈને કાચા પાકા આવાસની સર્વે કરી માહિતી મેળવી
અરવલ્લી જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સૌને ઘર મળે તે માટે આજે મોડાસા તાલુકાના વણીયોદ ગામે જિલ્લા વિકાસ અધિકારી,નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નાયબ જીલ્લા વિકાસ અધિકારી, તલાટી કમ મંત્રી અને પ્રધાન મંત્રી આવાસ યોજનાની તાલુકા પંચાયતની ટીમ દ્વારા ઘરે ઘરે જઈને વ્યક્તિગત રીતે મુલાકાત દ્વારા કાચા પાકા આવાસની માહિતી, ઘરમાં આવાસની પાત્રતા ધરાવતા વ્યક્તિઓની વિગતો, ગામમાં ગામતળની ઉપલબ્ધતા, મફત પ્લોટના લાભાર્થીઓની વિગતો, ફાળવી શકાય તેવા મફત ગાળાના પ્લોટની વિગતો તેમજ દબાણમાં બનાવેલ આવાસ વિગેરે મુદ્દાઓને ધ્યાનમાં રાખી એક સર્વે ની કામગીરી કરવામાં આવી.