DANGGUJARAT

ડાંગ જિલ્લાની ભગત મંડળીઓ દ્વારા નિવૃત આઇ.એ.એસ અધિકારીશ્રીનો સન્માન સમારોહ યોજાયો…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના તમામ રાજવી પરીવાર તેમજ ડાંગ જિલ્લા ભગત મંડળી તરફથી ડાંગ જિલ્લા માટે છેલ્લા સત્તર વર્ષથી જિલ્લાના આદિવાસી વિસ્તારમા વિવિધ ક્ષેત્રોમા પ્રશંસનીય કામગીરી કરનાર નિવૃત આઇ.એ.એસ અધિકારી શ્રી એસ.કે.નંદાનો સન્માન સમારોહ ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે યોજવામા આવ્યો હતો.

ડાંગ જિલ્લાની મુળ ખેતી જેમા ખરસાણી, રાગી, વરાઇ તેમજ વન ઔષધિઓને કર્યારેય વિલુપ્ત થવા દેવુ નહિં તેમ નિવૃત આઇ.એ.એસ અધિકારી શ્રી એસ.કે.નંદાએ આ પ્રસંગે જણાવ્યુ હતુ. ડાંગ જિલ્લાના લોકોનો શિક્ષણ થકી જ વિકાસ શક્ય છે, ત્યારે જિલ્લાના વિધ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી તાલીમબધ્ધ થાય તે જરૂરી છે તેમ પણ શ્રી નંદાએ વધુમા જણાવ્યુ હતુ.
ડાંગ જિલ્લામા આયુર્વેદિક ફાર્મસીનુ નિર્માણ કરનાર શ્રી એસ.કે.નંદાનો આભાર વય્કત કરતા ડાંગ જિલ્લાના માજી પ્રમુખ શ્રી મંગળભાઇ ગાવિતે જણાવ્યુ હતુ કે, ડાંગ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી તેમજ ડાંગ જિલ્લા કલેક્ટર તરીકે શ્રી એસ.કે.નંદાએ પારદર્શી વહિવટ કર્યો છે. ડાંગ જિલ્લાની સફેદ મુસળીને દેશભરમા નામના અપાવી છે, તેમજ શ્રી અન્નને પ્રોત્સાહિત કર્યા છે.
ડાંગના જંગલ વિસ્તારમા વન ઔષધીઓનુ વાવેતર કરવા રાજવી શ્રી ધનરાજસિંહ સુર્યવંશીએ જંગલ વિભાગને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે પ્રાયોજના વહિવટદાર શ્રી રાજ.આર.સુથાર, પ્રાંત અધિકારી શ્રી પ્રિતેશ પટેલ સહિત ભગત મંડળીઓના પ્રમુખ, મંત્રીશ્રીઓ સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!