GUJARATMORBIMORBI CITY / TALUKO

WAKANER:વાંકાનેર શ્રી દીઘલિયા પ્રાથમિક શાળામાં ધોરણ : ૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સન્માન કાર્યક્રમ યોજાયો.

 

WAKANER:વાંકાનેર શ્રી દીઘલિયા પ્રાથમિક શાળામાં ધોરણ : ૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સન્માન કાર્યક્રમ યોજાયો.

 

મોરબી જિલ્લાનાં વાંકાનેર તાલુકાની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળામાં તા.૧૧/૦૪/૨૦૨૬, શનિવારનાં રોજ ધોરણ : ૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સન્માન કાર્યક્રમ યોજાયો હતો. વિદાય કાર્યક્રમમાં ધોરણ ૮ નાં વર્ગખંડને શણગારવામાં આવ્યો હતો. ધોરણ : ૮નાં વિદ્યાર્થીઓએ એકબીજાને કેક ખવડાવી હતી. ધોરણ : ૬ અને ૭ નાં વિદ્યાર્થીઓએ વિદાય ગીત રજૂ કર્યું હતું. શાળાનાં આચાર્ય શ્રી નરેન્દ્રભાઈ કાલરિયાએ ધોરણ ૮ નાં વિદ્યાર્થીઓને પાણીની બોટલ ભેટ સ્વરૂપે આપી હતી. બાલવાટિકા અને ધોરણ ૧ થી ૮નાં વિદ્યાર્થીઓને ચોકલેટ અને નાસ્તો આપવામાં આવ્યો હતો. ધોરણ : ૮ નાં વર્ગ શિક્ષક સતીશકુમાર સરડવાએ વિદાય કાર્યક્રમને અનુરૂપ પ્રેરક પ્રવચન આપ્યું હતું. આચાર્ય નરેન્દ્રભાઈ કાલરિયાએ વિદ્યાર્થીઓને કારકિર્દી અંગે માર્ગદર્શન આપ્યું હતું. ધોરણ ૮નાં વિદ્યાર્થીઓનાં વિદાય સન્માન કાર્યક્રમને સફળ બનાવવા શાળાનાં આચાર્ય શ્રી નરેન્દ્રભાઈ કાલરિયાનાં માર્ગદર્શન હેઠળ શાળાના સ્ટાફ સતીશકુમાર સરડવા, વિજયભાઈ માનાણી, નરેશભાઈ સોલંકી અને આરઝૂબેન મન્સૂરીએ ભારે જહેમત ઉઠાવી હતી.

Check Also
Close
Back to top button
error: Content is protected !!