ANJARGUJARATKUTCH

અંજાર તાલુકાના રતનાલ કુમાર શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા શાળામાં હલ્લાબોલ

રતનાલ ગામમાં ચાર શાળા સામે ૧૧ અગિયાર શિક્ષકોની ઘટ અને ૪૦૦ વિદ્યાર્થી સામે માત્ર ત્રણ શિક્ષકો..?

રીપોર્ટ : બિમલ માંકડ – પ્રતીક જોશી

શાળામાં શિક્ષકોની ઘટના લીધે હવે વિદ્યાર્થીઓ મેદાને : પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ગામના છતાંય વિદ્યાર્થીઓના ભવિષ્ય અંધકારમય..!!!

અંજાર : કચ્છમાં છેલ્લા વર્ષોથી ગ્રામ્ય તેમજ શહેરોની સ્કૂલોમાં શિક્ષકોની ઘટના અહેવાલો વખતો વખત મીડિયામાં છવાયેલા રહે છે. આ પ્રશ્ને અનેક વખત સરકારને આવેદનપત્રપત્રો પણ આપાયા છે. છતાંય કોઈજ ઉકેલ લાવવા ખુદ સરકાર અસમર્થ સાબિત થઈ છે. ત્યારે હવે દેશનું ભાવિ અંધકારમાં ધકેલાઈ રહ્યું છે. આ યક્ષપ્રશ્ને શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા શાળામાં હલ્લાબોલના દ્રશ્યો અંજાર તાલુકાના રતનાલ ગામની કુમાર શાળામાં અને ગ્રામ પંચાતમાં રીતસરના સુત્રોચાર કરીને વિરોધ કરવામાં આવ્યો છે. પૂર્વ રાજ્યમંત્રી તેમજ શાસક પક્ષના ધારાસભ્ય રતનાલ ગામના હોવા છતાં પણ તેનું કંઈજ ઉપજતું ન હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. શિક્ષકોની ઘટને લઈને જિલ્લા શિક્ષણ શિકારી અને તાલુકા શિક્ષણ અધિકારીનું વખતોવખત લેખિત અને મૌખિક રીતે ધ્યાન દોરવામાં આવ્યું છે છતાં પણ આજદિવસ સુધી કોઈજ નિરાકરણ ન આવતા આખરે શિક્ષકોની ઘટને મુદ્દે ખુદ રતનાલ વિદ્યાર્થીઓ મેદાને આવ્યા છે અને સરકારનું ધ્યાન દોર્યું છે.

આ મુદ્દે અમારા અંગત સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર કુમાર શાળામા ૪૦૦ વિદ્યાર્થીઓ સામે માત્ર બે થી ત્રણ શિક્ષકો છે. જ્યારે રતનાલ ગામની ચાર શાળામાંજ ૧૧ શિક્ષકોની ઘટ છે જેના વિરોધમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા બેનર અને સૂત્રો ચાર કરીને વિરોધ નોંધાવતા આશ્ચર્યજનક દ્રશ્યો જોવા મળ્યા હતા. દેશના ભવિષ્ય સાથે થતા ચેડા પ્રશ્ને કચ્છમાં શિક્ષકોની ઘટને પુરી કરવા તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા યોગ્ય નિર્ણય કરવો જોઈએ અને કચ્છના ભવિષ્યસાથે થઈ રહેલા અન્યાયને યોગ્ય દિશા આપીને કચ્છના સ્થાનિક શિક્ષકોની ભરતી કરીને કચ્છનું ભવિષ્ય બચાવું જોઈએ. જેથી અન્ય જિલ્લાના શિક્ષકો પોતાના જિલ્લામાં બદલી મેળવીને ફરી આ ચિત્ર સામે ન આવે તે અત્યંત જરૂરી છે. અન્યથા કચ્છનું ભાવિ અંધકારમાં ધકેલાશે તેમાં કોઈ બેમત નથી તેવું જાગૃત નાગરિકોમાં ગણગણાટ ઉઠવા પામ્યો છે.

Back to top button
error: Content is protected !!