BHARUCHNETRANG

નેત્રંગ પોલિસે બિલોઠી ગામના કંદવાલી ફળીયાની સીમમાથી રૂ.૩,૬૧,૪૦૦/-ના ભારતીય બનાવટના વિદેશી દારુનો જથ્થો ઝડપી પાડયો.

પ્રતીબંધીત ગેરકાયેસર વગર પાસ-પરમીટના ભારતીય બનાવટના વિદેશી દારૂનો વેપલો કરતા બૂટલેગરોમાં ફફડાટ.

 

 

નેત્રંગ પોલીસ સબ ઇન્સ્પેકટર કે.એન.વાઘેલા અને પોલિસ સ્ટેશનનો સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમા હતો. જે દરમ્યાન બાતમી મળી હતી કે “ટુડી ગામ તા.ઉમરપાડા નો બુટલેગર રમેશ કરમસીગ વસાવા બિલોઠી ગામના કંદવાલી ફળીયાની સીમમા શ્રવણ ફોકડી બોર્ડર ઉપર આવેલ ભરત સુરકીયા વસાવાના ખેતરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ખેતરના શેઢા નજીક નીલગીરીના ઝાડી ઝાખરાની આડમાં સંતાડી રાખેલ છે.” જે બાતમી આધારે બિલોઠી ગામ કંદવાલી ફળીયાની સીમમાં શ્રવણ ફોકડી બોર્ડર ઉપર રેડ કરતા શ્રવણ ફોકડી બોર્ડર ઉપર સર્વે નંબર-૨૩૩ના ખેતર માંથી નીલગીરીના ઝાડની ઝાડી-ઝાખરાની આડમાં પ્રતીબંધીત ગેરકાયેસર વગર પાસ-પરમીટની ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો તથા ટીન મળી કુલ્લે નંગ- ૨૭૦૫ જેની કિં.રૂ.૩,૬૧,૪૦૦/- નો પ્રોહિ મુદ્દામાલ કટીંગ/વેચાણ કરવાના ઈરાદે સંતાડી રાખેલ પ્રોહિ મુદ્દામાલ કબ્જે કરી. દારૂનો જથ્થો સંતાડી રાખનાર રમેશ કરમસીગ વસાવા રહે, ટુંડી ,ટેકરા ફળીયુને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

આ સફળ રેડ અ.હે.કો.વિજયસિંહ, અજીતભાઇ,લીમજીભાઇ તથા પો.કો.જેસલભાઇ, રવિન્દ્રભાઇ, અજીતભાઇ નાઓ દ્રારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.

 

બ્રિજેશકુમાર પટેલ, નેત્રંગ

પત્રકાર પ્રતિનિધિ

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!