વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં સુબીરની ઘાણા પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા ખોટી સહી કરી અધિકારીઓને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ સાથે કોન્ટ્રાક્ટરે પોલીસ મથકમાં અરજ ગુજારી..
ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાના ઘાણા ગામ ખાતે આવેલ મુખ્ય પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા ખોટી સહી કરી,ખોટા દાસ્તાવેજો બનાવી,રજુ કરી સરકારી કર્મચારીને ગેરમાર્ગે દોરીને કોન્ટ્રાકટરની ઓરડા તોડવાની મંજુર થયેલી હરાજી ખોટી રીતે રદ કરાવી તેમના પોતાના મળતીયાને હરાજી થી ઓરડા તોડવાની કામની મંજુરી મળે તેથી એક બીજાની મદદગારી કાવતરાથી ખોટા દસ્તાવેજો ઉભા કરી તેનો સાચા તરીકે ઉપયોગ કરી હરાજી રદ કરવા તથા કોન્ટ્રાક્ટરની ખોટી સહી કરવા બદલ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે કોન્ટ્રાક્ટરે સુબીર પોલીસ મથકના પીએસઆઇ ને લેખિતમાં ફરિયાદ કરી હતી.ડાંગ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ આહવા ડાંગ સંચાલિત સુબીર તાલુકાની ઘાણા પ્રાથમિક શાળાના પાંચ ઓરડાની જાહેર હરાજી તા.૧૮/૦૭/૨૦૨૪ ના રોજ કરવામાં આવી હતી. જે હરાજીમાં ડાંગ જિલ્લાના ઘણા ખરા કોન્ટ્રાક્ટર તથા વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ હરાજી સરકારના નીતિ નિયમ મુજબ એસએમસી સમિતિના ઠરાવ મુજબ અને નાયબ કાર્યપાલક એન્જિનિયર ડાંગ જિલ્લા પંચાયત માર્ગ મકાન પેટા વિભાગ આહવા દ્વારા પ્રમાણપત્ર આપી 15 હજાર રૂપિયાની અપસેટ નક્કી કરવામાં આવેલ હતી. ત્યારે આ હરાજીમાં શરતો મુજબ બોલીઓ બોલતા આહવા ના પરશુરામ રામુભાઈ આલકુટે નામક કોન્ટ્રાક્ટર એ હરાજીમાં રૂ.૧૭,૬૦૦/- ની સૌથી ઊંચી બોલી લગાવી હતી.અને 10% લેખે કુલ રૂપિયા ૧૭૬૦/- કોન્ટ્રાક્ટર એ સ્થળ પર તેની પહોંચ ઘણા પ્રાથમિક શાળાના આચાર્યના સહી વાળી નકલ તેમને આપેલ હતી. જેથી આ કોન્ટ્રાક્ટરે પાંચ ઓરડાઓ તોડવા માટેની મંજૂરી સર્વાનુમતે લીધી હતી.આ હરાજીની પક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ તા.૨૭/૦૭/૨૦૨૪ ના રોજ ઘાણા મુખ્ય શાળાના શિક્ષક એસ.એસ.સુનુન્યા દ્વારા જાહેર હરાજી રદ કરવા બાબતે જાહેર નોટીસ પેપરમાં પ્રસિધ્ધી કરાવેલ હતી. જેથી કોન્ટ્રાક્ટર પરશુરામભાઈ આલકુટેએ નોટીશનો ખુલાશો કરવા માટે મુખ્ય શીક્ષકને રૂબરૂ મુલાકાત લીધેલ હતી.તેમજ ટેલીફોનીક પણ વાતચીત કરી ખુલાશો કરી આ હરાજી રદ કરવા માટેનું કારણ જાણવાનો પ્રયત્ન કરેલ પરંતુ આચાર્ય એ કોઈ ચોક્કસ જવાબ આપેલ નહી અને ઉડાઉ જવાબ આપતા જણાવેલ કે, આ હરાજી અનિવાર્ય કારણોસર રદ કરેલ છે. તો કયારેક જણાવતા કે ખુબજ ઓછા ભાવમાં નક્કી થયેલ હોય જેથી રદ કરાવેલ છે. ત્યારે અહીં કોન્ટ્રાકટરને ચોક્કસ ન્યાયીક કારણ જણાવેલ નથી એવું કોન્ટ્રાકટરનું માનવું છે. અને કોન્ટ્રાકટરને કોઈપણ પ્રકારે વ્યક્તિગત નોટીશ આપી તેનું લેખીતમાં કારણ જણાવેલ નથી કે જાહેર નોટીસ માં પણ હરાજી રદ કરવા માટેનું કોઈપણ પ્રકારે ચોકક્સ કારણ જણાવેલ નથી. અને કોઈપણ પ્રકારના કાયદાકીય નિતી નિયમ વગર કાયદાકીય નીતી નિયમોને નેવે મુકી કાયદાકીય હરાજીની શરતોનું ઉલ્લંધન કરી,હરાજી રદ કરવાની જાહેર નોટીસ પ્રસિધ્ધ કરેલ છે. અને આચાર્યના માનીતા અને ચાહીતાઓને હરાજીથી ફાયદો કરાવી આપવા માટે નવી હરાજી કરવાની જાહેર નોટીસ આપવાનું કાવતરું એક બીજાના મેળા પીપણામાં કરી રહેલ છે.તેવા આક્ષેપો કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ મામલે કોન્ટ્રાક્ટરે ઓરડા તોડવાની હરાજી બાબતમાં દસ્તાવેજ પુરાવાની નકલ આરટીઆઇ દ્વારા મેળવેલ હતી અને આ હરાજી બાબતના દસ્તાવેજો પુરાવાનો અભ્યાસ કરેલ ત્યારે જાણવા મળેલ કે આ આચાર્યએ ઓરડા તોડવા બાબતની હરાજી બાબતે કોન્ટ્રાકટર પરશુરામભાઈની અને અન્ય વ્યક્તિઓની ખોટી સહીઓ કરેલ છે. હરાજી બાબતે ખોટા દસ્તાવેજો બનાવી આચાર્ય દ્વારા મળતીયાઓની મેળા પીપણામાં હરાજી મંજૂર કરી આપવા માટે હરાજીના ડોક્યુમેન્ટમાં ખોટી સહીઓ કરેલ છે તેવા આક્ષેપો થતા જોવા મળી રહ્યા છે તેમજ કોન્ટ્રાક્ટરે હરાજી બાબતની જે 10% રકમ ભરેલ હતી તે રકમ રિટર્ન ચુકવેલ નથી તેમ છતાં ચૂકવી દીધેલ છે તેમ જણાવી ખોટી રીતે જણાવેલ છે અને ત્યાં ખોટી સહી કરેલ છે. આમ આચાર્ય દ્વારા હરાજીના દસ્તાવેજો સાથે છેડખાને કરવામાં આવેલ હોય અને ખોટી સહિઓ કરીને સરકારી કર્મચારીઓને ગેરમાર્ગે દોરેલ હોય જેથી આચાર્ય સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે કોન્ટ્રાક્ટર પરશુરામભાઈ આલકુટે દ્વારા સુબીર પોલીસ મથકના પીએસઆઇને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી..