GUJARAT

ડાંગ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા વરસાદી માહોલમાં અવરોધાયેલ માર્ગો પર યુદ્ધનાં ધોરણે કામગીરી હાથ ધરી..

વાત્સલ્યમ સમાચાર

  મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં અંતરીયાળ ગામડાઓમાં યુદ્ધનાં ધોરણે કામગીરી હાથ ધરી પ્રજાની સમસ્યા નિવારતુ ડાંગ જિલ્લા પંચાયતનું માર્ગ અને મકાન વિભાગ..             

ડાગ જિલ્લાનાં ગામડાઓમાં સતત બે મહિનાથી વરસાદ પડી રહ્યો છે. જેમાં થોડાક દિવસો પૂર્વે પડેલ અનરાધાર વરસાદનાં પગલે ડાંગ જિલ્લા પંચાયત હસ્તકનાં અમુક માર્ગો અસરગ્રસ્ત બન્યા હતા.ડાંગ જિલ્લામાં વરસાદી માહોલનાં પગલે ડાંગ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકનાં અમુક માર્ગો પર ભેખડો,માટીનો મલબો ધસી પડ્યા અને વૃક્ષો ધરાશયી થવાની ઘટનાઓ બની હતી.ત્યારે ડાંગ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગની ટીમે રાઉન્ડ ધ ક્લોક પ્રમાણે યુધ્ધનાં ધોરણે કામગીરી હાથ ધરી આ માર્ગોને વાહનવ્યવહાર માટે ખુલ્લા કર્યા છે.ડાંગ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગનાં કાર્યપાલક ઈજનેર બી.એમ.પટેલનાં માર્ગદર્શન હેઠળ વઘઇ પેટા વિભાગીય કચેરીના  નાયબ કાર્યપાલક ઇજનેર ટી.આઈ.પટેલ અને મદદનીશ ઈજનેર પી.જે.ગાવીત તથા આર.એલ.ચૌધરી તેમજ આહવા પેટા વિભાગીય કચેરીના નાયબ કાર્યપાલક ઈજનેર એમ.ડી.પટેલ તથા અધિક મદદનીશ ઇજનેર એસ.એમ.ગંવાદેની ટીમોએ વરસતા વરસાદમાં સતત ખડે પગે હાજર રહી જેસીબી,ટ્રેકટર જેવા સાધનો સાથે આહવા,વઘઇ અને સુબિર તાલુકાનાં અવરોધાયેલ માર્ગોમાં સિંગાણાથી ગિરમાળ માર્ગ,શબરીધામથી પંપાસરોવર માર્ગ, ગડદથી ડોન માર્ગ,બોરખલથી પાંડવા લિંગા માર્ગ,ભવાનદગડ માર્ગ,ઘોઘલી કાસવદહાડ સુંદા માર્ગ,ઘોડી-ગુંજપેડા માર્ગ, માછળી ચીખલા દિવડ્યાઆવન માર્ગ,આંબાપાડા-ઉગા-ચીંચપાડા માર્ગ,દગુનિયા વીએ રોડ,મેઈન રોડથી સુપદહાડ સૂર્યાબરડા માર્ગ,વાઘમાળ લવાર્યા રોડ,કોશીમદા દેવળ ફળીયા રોડ પરથી માટીનો મલબો, ભેખડો તથા વૃક્ષોને હટાવી આ માર્ગો  પૂર્વરત કર્યા હતા.વધુમાં ડાંગ જિલ્લામાં ભારે વરસાદનાં કારણે અવરોધક રોડ વાહન વ્યવહાર માટે મુશ્કેલી ઉભી ના કરે તે માટે ડાંગ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા તુરંત જ પેચવર્ક કરી સુગમ બનાવ્યા હતા.સાથે રાઉન્ડ ધ ક્લોકની સતત કામગીરી કરવામાં આવી રહી છે.ડાંગ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગનાં અધિકારીઓ ડિઝાસ્ટર પરિસ્થિતિને પોહચી વળવા માટે કાર્યરત બન્યા છે.ડાંગ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગનાં કાર્યપાલક ઈજનેર બી.એમ.પટેલે જણાવ્યુ છે કે ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઇ અંતરીયાળ ગામડાઓનાં જોખમી સ્થળો સહિત પ્રવાસન સ્થળોને જોડતા આંતરિક માર્ગો પર આડેધડ વાહનો પાર્ક કરવા નહિ,નાના મોટા જળધોધ નજીક સેલ્ફી લેવી નહિ,તેમજ અન્ય લોકોને મુશ્કેલીઓ ન પડે તે માટે કોઈ અણગમતી પ્રવૃત્તિઓ ન કરવાનો અનુરોધ કર્યો છે, સાથે જ જિલ્લાનાં લોકો તેમજ પ્રવાસીઓને જિલ્લા પંચાયત હસ્તકનાં સુગમ રસ્તાઓ મળી રહે તેમજ અવરોધક ટ્રાફિક સર્જાય નહિ તે માટે તેઓની ટીમ દ્વારા રોજેરોજ રાઉન્ડ ધ ક્લોકની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તેમ તેઓએ વધુમાં જણાવ્યુ હતુ.

બોક્ષ-:-(1)હાલમાં ડાંગ જિલ્લા પંચાયત હસ્તકનાં આહવા,વઘઇ, અને સુબિર તાલુકાનાં માર્ગો ટ્રાફીકેબલ થતા લોકો અને પ્રવાસીઓએ રાહત મેળવી છે.ડાંગ જિલ્લા પંચાયત હસ્તકનાં આહવા,વઘઇ અને સુબિર તાલુકાનાં પાણીમાં ગરકાવ થતા કોઝવે / પૂલો / નાળાઓ પર કોઈ અકસ્માત ન થાય અથવા અનિચ્છનીય બનાવો ન બને તે માટે ડાંગ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા બેરીકેટીંગ, ચેતવણી બોર્ડ અને ફ્લડ ગેજ બોર્ડ લગાવી દિશા સૂચન માટે સરાહનીય પ્રયાસો હાથ ધર્યા છે. સાથે પ્રવાસન સ્થળો જેવા કે ડોન,ગિરમાળનો ધોધ,વઘઇનો ગીરાધોધ,કોશમાળનો ધોધ,પંપા સરોવર, પાંડવગુફા,માયાદેવીનું મંદિર વગેરે સ્થળો પર પ્રવાસીઓ સહીસલામત રીતે પ્રવાસ કરી શકે તે માટે ડાંગ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્વારા સતત જેસીબી,ટ્રેકટર, લેબર દ્વારા કામગીરી હાથ ધરી રસ્તાઓ ટ્રાફિકેબલ રાખવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!