GUJARATIDARSABARKANTHA

સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાકક્ષાના વિકસિત ભારત સંકલ્પ યાત્રા દલપુર ગામે સ્વાગત કર્યું

સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાકક્ષાના વિકસિત ભારત સંકલ્પ યાત્રા દલપુર ગામે સ્વાગત કર્યું

***

બાળાઓ દ્વારા ધરતી કરે પુકારની સુંદર પ્રસ્તુતિ કરાઈ

******

ડ્રોન ટેકનોલોજી નિદર્શન કરવામાં આવ્યું

 

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાકક્ષાનો વિકસિત ભારત સંકલ્પ યાત્રા દલપૂર ગામે ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરાની ઉપસ્થિતિમાં યોજાઇ હતી.

વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું દલપુર ગામે ઉત્સાહભેર આવકાર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગ્રામજનો અને સૌ ઉપસ્થિતોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડ કરેલો વિકસિત ભારત સંકલ્પ અન્વયે પ્રજાજોગ સંદેશો સાંભળી પ્રદર્શન નિહાળ્યું હતું.

આ પ્રસંગે પોષણ યોજના, પીએમ કિસાન સ્વનિધી, પીએમ આવાસ યોજના (ગ્રામીણ), આયુષ્માન કાર્ડ વગેરે યોજનાના લાભાર્થીઓએ તેમને મળેલ લાભની મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત વાત કરી હતી. ઉપરાંત ગ્રામ પંચાયતની ૧૦૦% નળ જોડાણની સિદ્ધિ માટે પ્રશસ્તિ પત્ર, ભૂમિ સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું. ગામના ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ લીધા હતા. ગામની બાળાઓ દ્વારા ધરતી કરે પુકાર નાટક રજૂ કર્યું.

આ કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ, આયુષ્યમાન ભારત કાર્ડ તેમજ ઉજ્જવલા યોજના અંગેના સ્ટોલ ઉભા કરી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી, પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી જયસિંહ ચૌહાણ,તાલુકા વિકાસ અધિકારીશ્રી , ગામના સરપંચશ્રી, જનપ્રતિનિધિઓ, આગેવાનો, અધિકારી/કર્મચારીશ્રીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

જયંતિ પરમાર સાબરકાંઠા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!