ARAVALLIMODASA

અરવલ્લી : ફટાકડાના ગોડાઉનમાં આગ લાગતા મોડાસા શહેર ધણધણી ઉઠ્યું : લાલપુર નજીક ફટાકડાના ગોડાઉનમાં આગ લાગતા 10 કિમિ વિસ્તારમાં ભય, ચાર મજુર ના મોત 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : ફટાકડાના ગોડાઉનમાં આગ લાગતા મોડાસા શહેર ધણધણી ઉઠ્યું : લાલપુર નજીક ફટાકડાના ગોડાઉનમાં આગ લાગતા 10 કિમિ વિસ્તારમાં ભય, ચાર મજુર ના મોત

ફટાકડાના ગોડાઉનમાં આગ લાગતા સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા નીકળ્યા, નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ

ફટાકડાના ગોડાઉનમાં શ્રમિકો ફસાયા હોવાની ચર્ચા, આજુબાજુના લોકો માટે ગોડાઉન જીવતા બોંબ સમાન…!!

મોડાસા-હિંમતનગર હાઇવે પર ટ્રાફિકજામ,વાહન વ્યવહાર અટવાયો, તંત્ર અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે

મોડાસા-હિંમતનગર લાલપુરકંપા નજીક આવેલ ફટાકડાના ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના બનતા જોત જોતામાં આખુ ગોડાઉન ભડ ભડ સળગી ઉઠતા ગોડાઉનમાં રહેલા ફટાકડાના વિસ્ફોટથી આજુબાજુના 10 કિમી સુધી અવાજ સંભળાતા સમગ્ર વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો આગના પગલે અફડા તફડી સર્જાય હતી અને આકાશમા રોશની જેવો માહોલ સર્જાયો હતો ગોડાઉનમાં લાગેલ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી આગને કાબુમાં લેવાનો પ્રયાસ આદર્યા હતા તંત્ર પણ ઘટનાસ્થળે પહોંચ્યું હતું

મોડાસાના લાલપુર કંપા નજીક આવેલ ફટાકડાના ગોડાઉનમાં બપોરના સુમારે અગમ્ય કારણોસર આગ લાગતા ગોડાઉનમાં રહેલા ફટાકડાના વિસ્ફોટ થતા જોરદાર આકાશમાં ભડાકા થયા હતા જેના કારણે લોકો પણ આસપાસના જોવા ઉમટી પડ્યા હતા મોડાસા શહેરમાં બપોરના સુમારે ધુમાડાના ગોટેગોટા જોવા મળતા લોકો ઘર બહાર દોડી આવ્યા હતા લાલપુર કંપા નજીક ફટાકડાં અવાજથી સમગ્ર વિસ્તાર ધણધણી ઉઠતા લોકોમાં ડરનો માહોલ પેદા થયો હતો

લાલપુર નજીક ગોડાઉનમાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો હતો. જોકે આ આગ કેવી રીતે લાગી તેની જાણકારી હજુ સુધી મળી શકી નથી. આગ લાગતા જોરદાર ધડાકા થયા હતા. જેના પગલે આસપાસના વિસ્તારોમાં ફફડાટનો માહોલ ઊભો થયો હતો. ઘટનાની જાણ થતા પાલિકાનું ફાયર ફાયટર સ્થળ પર દોડી આવ્યું હતું. ફાયર વિભાગે તાત્કાલીક આગ પર કાબુ મેળવવાના પ્રયાસ શરૂ કર્યા હતા. મહા મહેનત કરવા છતા આગ પર કાબુ મેળવવો ઘણો મુશ્કેલ બની રહ્યો છે.વધુમાં અરવલ્લી ફાયર વિભાગ દ્વારા મેજર કોલ કરવામાં આવ્યો હતો અને ગાંધીનગર તેમજ હિંમતનગર ની ફાયર ટીમને બોલવામાં આવી હતી. ફટાકડા ના ગોડાઉન માં લાગેલ આગ ને કારણે ત્યાં રહેલ બે ગાડીયો પણ બળી ને ખાખ થઇ ગઈ હતી સહીત અંદાજિત 2 કરોડ રૂપિયાથી વધુ નુકશાન થયાની માહિતી સામે આવી હતી. આગ લાગવાનું કારણ પણ એકન્ધ જોવા મળ્યું હતું

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!