NATIONAL

2,976 અશ્લીલ વીડિયોથી રાજકીય ભૂકંપ, કર્ણાટકમાં ભાજપના સાથી પક્ષના નેતા રેવન્નાનું કારસ્તાન,

કર્ણાટકમાં જનતા દળ (સેક્યુલર)ના સાંસદ પ્રજ્વલ રેવન્નાના સેક્સ સ્કેન્ડલમાં રોજેરોજ નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. આ મુદ્દે કોંગ્રેસ જેડીએસની સાથે ભાજપ પર પણ આક્રમક પ્રહાર કરી રહી છે, ત્યારે ભાજપ નેતા દેવરાજ ગૌડાનો ભાજપ પ્રદેશ પ્રમુખ બી.વાય. વિજયેન્દ્રને લખેલો એક પત્ર વાયરલ થયો છે.

આ પત્રમાં દેવરાજ ગૌડાએ પૂર્વ વડાપ્રધાન એચ. ડી. દેવગૌડાના પરિવારના અનેક નેતાઓ સામે ગંભીર આરોપ મૂકતા લખ્યું છે કે, ‘મારી પાસે એક પેન ડ્રાઈવ છે, જેમાં મહિલાઓના યૌનશોષણના 2,976 વીડિયો છે. આ પૈકી અનેક મહિલાઓને બ્લેકમેલ કરાઈ રહી છે.’ નોંધનીય છે કે, આ ઘટનાના અહેવાલો પછી 28 એપ્રિલે જ પ્રજ્વલ રેવન્ના દેશ છોડીને જર્મની ભાગી ગયા હતા. તેઓ એચ.ડી. દેવગૌડાના પ્રપૌત્ર છે.

મીડિયા અહેવાલો મુજબ કર્ણાટક ભાજપના એક નેતાનો પત્ર સામે આવ્યો છે, જેમાં પાર્ટીના વડાને લખાયું છે કે, ‘મારી પાસે પેન ડ્રાઈવ છે, જેમાં લગભગ 3000 મહિલાઓના વાંધાજનક વીડિયો છે. ભાજપ નેતાએ કહ્યું કે રેવન્ના દ્વારા કથિત રીતે આ વીડિયોનો ઉપયોગ મહિલાઓને બ્લેકમેલ કરવા માટે કરાયો હતો. નેતાએ ભાજપને ચેતવણી આપી હતી કે, આ વીડિયો કર્ણાટકમાં બીજેપી-જેડીએસ ગઠબંધન માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે.

કર્ણાટકમાં 2023માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે હાસન જિલ્લાની હોલેનારસિપુરા બેઠક પરથી દેવરાજ ગૌડાને ટિકિટ આપી હતી. જો કે ગૌડા અહીંથી JDSના ઉમેદવાર એચડી રેવન્ના સામે હારી ગયા હતા. એચ.ડી.રેવન્ના પૂર્વ વડાપ્રધાન અને જેડીએસ ચીફ એચ.ડી.દેવગૌડાના પુત્ર છે, જ્યારે પ્રજ્વલ રેવન્ના તેમના પૌત્ર છે. સેક્સ સ્કેન્ડલ અંગે પોલીસમાં નોંધાયેલી ફરિયાદમાં પ્રજ્વલની સાથે તેના પિતા રેવન્નાનું નામ પણ સામેલ છે.

વાસ્તવમાં દેવરાજ ગૌડાને ભલે વિધાનસભા ચૂંટણીમાં હાર મળી હોય, પરંતુ તેમને હાસલના જેડીએસ સાંસદ પ્રજ્વલ રેવન્નાની કાળી કરતુતો અંગે જાણ થઈ ગઈ હતી અને ત્યાં સુધીમાં કર્ણાટકમાં ભાજપ અને જેડીએસ વચ્ચે ગઠબંધન પણ થઈ ગયું હતું. આ જ કારણે દેવરાજે કર્ણાટક ભાજપના વડા બી.વાય.વિજયેન્દ્રને પત્ર લખ્યો હતો.

દેવરાજે ચાર મહિના પહેલા આઠમી ડિસેમ્બર-2023ના રોજ પત્ર લખ્યો હતો. તેમાં તેમણે લખ્યું હતું કે, એચ.ડી.દેવગૌડા પરિવારના ઘણા નેતાઓ વિરુદ્ધ ગંભીર આરોપો છે. તેમાં એનડીએ સાથે ગઠબંધન કરનાર જેડીએસના ઉમેદવાર પ્રજ્વલ રેવન્ના પણ સામેલ છે. તેમણે કહ્યું કે, પેન ડ્રાઈવમાં કુલ 2976 વીડિયો હતા અને તેમાં દેખાતી કેટલીક મહિલાઓ સરકારી અધિકારી હતી. મહિલાઓને જાતીય પ્રવૃત્તિમાં ધકેલવા બ્લેકમેલ કરવા માટે આ વીડિયોનો ઉપયોગ થઈ રહ્યો હતો. તેમણે દાવો કર્યો કે, આ વીડિયો અને તસવીરોવાળી વધુ એક પેનડ્રાઈવ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ સુધી પહોંચી ગઈ છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!