આજ તા.૧૬થી ૧૯ જુલાઇ સુધી નવસારી સુપા બારડોલી રોડ ઉપર પુર્ણા નદી પર આવેલ બ્રીજનાં લોડ ટેસ્ટ અર્થે વાહન વ્યવહાર માટે બંધ રહેશે.
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી,તા.૧૫: કાર્યપાલક ઈજનેરશ્રી, નવસારી (મા×મ) વિભાગ, જુનાથાણા, દ્વારા નવસારી. ટેલીફોન નંબર (૦૨૬૩૭) ૨૫૮૦૪૧ કચેરી જાહેરજનતાનાં હિતને ધ્યાને લઈ આગમચેતી સલામતીનાં પગલા રૂપે નવસારી સુપા બારડોલી રોડ કિ.મી. ૨૯/૪ થી ૨૯/૬ માં પુર્ણા નદી ઉપર સુપા નજીક આવેલ બ્રીજનાં લોડ ટેસ્ટ અર્થે આ બ્રીજ નવસારી થી બારડોલી તથા બારડોલી થી નવસારી આવતા વાહનો માટે તા.૧૬/૦૭/૨૦૨૫ થી તા.૧૯/૦૭/૨૦૨૫ સુધી દિન – ૪ માટે વાહન વ્યવહાર તથા રાહદારીઓ માટે બંધ કરવામાં આવે છે. આ સમયગાળા દરમ્યાન વૈકલ્પિક માર્ગ તરીકે બારડોલી થી નવસારી તથા નવસારી થી બારડોલી આવતા-જતા વાહનો ઉપરોકત સમયગાળા દરમ્યાન ભુતબંગ્લા સુપા થી પેરા થઈ ધોળાપીપળા ચોકડી – એન.એચ. ૪૮ માર્ગનો અવર – જવર માટે ઉપયોગ કરી શકાશે.વધુમાં ઉપરોક્ત લોડ ટેસ્ટ ફક્ત જાહેરજનતાનાં હિત માટે જ હોય, ઘબરાઈને બ્રીજ બાબતે કોઈ અફવા ફેલાવવી નહી એમ પાલિકા કાર્યપાલક ઈજનેર, નવસારી (મા×મ) વિભાગ, નવસારી દ્વારા જણાવાયું છે.